Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ખારાઘોડાના મેદાન પર અંગ્રેજો 1911માં ક્રિકેટ રમતાં હોવાના પુરાવા મળ્યાં

ખારાઘોડાના મેદાન પર અંગ્રેજો 1911માં ક્રિકેટ રમતાં હોવાના પુરાવા મળ્યાં
, સોમવાર, 12 જૂન 2017 (12:32 IST)
બ્રિટિશ શાસકો ભારતમાં આવ્યાં ત્યારથી ક્રિકેટની રમત વધુને વધુ પ્રચલિત થવા માંડી છે. ગુજરાતમાં પણ ગાયકવાડ સહિતના રાજાઓ ક્રિકેટની રમતમાં રસ લઈ ચૂકયાં છે. ત્યારે અંગ્રેજો ગુજરાતમાં આવીને કેવી રીતે ક્રિકેટ રમતાં હતાં તે સંશોધન રૂપે બહાર આવ્યું છે. ત્યારે ખારાઘોડા રણમાં 1872થી મીઠુ પકવવાની શરૂઆત કરનારા અંગ્રેજો રણના ખૂલ્લા મેદાનમાં ક્રિકેટની મેચો રમતા હતા. અને 1911માં ખારાઘોડાની અંગ્રેજ ક્રિકેટ ટીમના પુરાવા મળ્યા છે.

ભારતમાં ક્રિકેટની રમત કપિલ દેવની આગેવાનીમાં પ્રથમ વર્લ્ડ કપ જીત્યા બાદ વધી હતી અને ત્યાર બાદ ધોનીની આગેવાનીમાં બે વર્લ્ડકપ 20-20 અને 50-50 વર્લ્ડ જીત્યાબાદ હાલમાં ક્રિકેટમાં 20-20 ની બોલબાલા છે. ત્યારે એ પ્રશ્ન અચુક થાય કે ભારતમાં ક્રિકેટ રમવાની શરૂઆત કોણે કરી હતી. આઝાદી પહેલા સને 1872 થી ખારાઘોડા ખાતે રહેતા 1800 થી વધુ બંદૂકધારી અંગ્રેજ અમલદારો પરેડ મેદાનમાં જઇને પરેડ કરતા અને નવરાશની પળોમાં રણના વિશાળ ખૂલ્લા પરેડ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચો પણ રમતા હતા.  સમયાંતરે અંગ્રેજ અમલદારોની વિવિધ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેટન્ટનું પણ આયોજન કરવામાં આવતુ  સને 1911માં સોલ્ડ ડિપાર્ટમેન્ટની અંગ્રેજોની મજબુત ક્રિકેટ ટીમ પણ હતી. ખારાઘોડામાં અંગ્રેજ અમલદારો દ્વારા યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટને કુતુહલવશ નિહાળતા સ્થાનિક લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડતા હતા. આઝાદી પહેલા બ્રિટીશ હુકુમત સમયે અંગ્રેજ અમલદારો ખારાઘોડાના જે મેદાન પર ક્રિકેટ રમતા એ વિશાળ મેદાન આજેય ખારાઘોડામાં તેમની હયાતીની સાક્ષી પુરાવતા ભવ્ય ભૂતકાળને વાગોળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India v/s SA - ધોની કહેવા પર કોહલીએ ભુવનેશ્વર પકડાવી બોલ અને થયો મેઝીક..