ગુજરાત સરકાર તેની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની મારફત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નિયત થયેલી કર્મિશયલ જમીનોનું તબક્કાવાર વેચાણ કરવા જઈ રહી છે, જે પૈકી પ્રથમ તબક્કે ગાંધીબ્રિજના પશ્ચિમ છેડે કુલ ૩,૫૨૦ ચોરસમીટર ક્ષેત્રફળના કુલ રૃ. ૧૬૭ કરોડ બેઝ પ્રાઈસના બે કર્મિશયલ પ્લોટ હરાજીથી વેચવા માટે આજે ગુરુવારે ટેન્ડર બહાર પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવી જાહેરાત કરી છે કે, ન્યૂયોર્ક, શિકાગો, લંડન અને સિંગાપોરની માફક સાબરમતી રિવરફ્રન્ટના કર્મિશયલ પ્લોટ્સના વિકાસ માટે વોલ્યુમેટ્રિક્સ રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા છે, જેના કારણે એફએસઆઈના નિયંત્રણ વગર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની મર્યાદામાં આઈકોનિક બાંધકામ થઈ શકશે તેમ જ સુંદરતા પણ જળવાશે.
પ્રથમ તબક્કે જે પ્લોટ્સ વેચાણ માટે મૂકવામાં આવી રહ્યા છે તે પૈકી એક પ્લોટ શેખપુર- ખાનપુર ગામમાં રે. સરવે નં. ૩૫૫ ઉપર આવેલો છે, જેનો એરિયા ૧,૨૮૦ ચો.મી. છે અને તેમાં મંજૂરીપાત્ર બિલ્ટઅપ એરિયા ૧૬,૭૭૩ ચો.મી. છે. આ પ્લોટ ઉપર ૭૫.૬ મીટર ઊંચાઈમાં ૩ બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ૧૭ માળનું બાંધકામ થઈ શકશે, જે પ્લોટની તળિયાની કિંમત રૃ.૧૦૦.૬૪ કરોડ રાખવામાં આવી છે. જ્યારે બીજો પ્લોટ ચંગીસપુર ગામમાં રે. સરવે નં. ૧૮૪ ઉપર આવેલો છે, જેનો પ્લોટ એરિયા ૨,૨૪૦ ચો.મી. છે અને તેની ઉપર મંજૂરીપાત્ર બિલ્ટઅપ એરિયા ૧૧,૦૭૪ ચો.મી. છે.
આ પ્લોટ ઉપર ૨૫ મીટરની ઊંચાઈમાં ૩ બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્લોર વત્તા પાંચ માળનું બાંધકામ થઈ શકશે, જે પ્લોટની તળિયાની કિંમત રૃ. ૬૬.૪૫ કરોડ રખાઈ છે. પ્લોટ નં. ૩૫૫ ઉપર તળિયાની કિંમત ચોરસમીટરદીઠ રૃ. ૭,૮૬,૨૫૦ નક્કી કરાઈ છે, જેમાં આશરે ૧૭ એફએસઆઈ વાપરવા મળશે, જ્યારે પ્લોટ નં. ૧૮૪ ઉપર તળિયાની કિંમત ચોરસમીટર દીઠ રૃ. ૨,૯૬,૬૫૧ રખાઈ છે, જ્યાં ૬ એફએસઆઈ જેટલું બાંધકામ થઈ શકશે. હરાજીમાં ભાગ લેનાર બિલ્ડરે ૫મેથી ૫ જૂન, ૨૦૧૭ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. તા. ૧૪-૧૫ જૂને ઈ- ઓક્શનના મોકરાઉન્ટ યોજાશે અને ત્યારબાદ તા.૨૧,૨૨ જૂને ઈ-ઓક્શન કરવામાં આવશે. ૩,૨૬,૮૩૦ ચો.મી.ના કુલ ૫૧ પ્લોટ તબક્કાવાર વેચાણમાં મુકાશે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કુલ જમીનો પૈકી ૧૪.૫ ટકા જમીનો અર્થાત્ ૩,૨૬,૮૩૦ ચોરસમીટરના કુલ ૫૧ પ્લોટ કર્મિશયલ હેતુ માટે સરકારે નીમ કર્યાં છે. આ પૈકી ૨૬ પ્લોટ નદીના પૂર્વ છેડે અને ૨૫ પ્લોટ નદીના પિૃમ છેડે છે. આ પ્લોટ ઉપર બાંધકામ માટે એફએસઆઈની ભરપુર છૂટછાટ આપવામાં આવી છે. આ પ્લોટ ઉપર વૈશ્વિક કક્ષાના શોપિંગ મોલ, કોર્પોરેટ હાઉસ, હોસ્પિટલ, ઓફિસીસ, થિયેટર, મલ્ટિપ્લેક્સ તેમજ રહેણાંકોનું બાંધકામ થઈ શકશે.