Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં રખડતા ઢોરને લઈને નવી પોલીસી, ઢોર માલિકોએ લાયસન્સ લેવું ફરજિયાત, વધુ ઢોર રાખશે તો દંડ થશે

stray cattle
, બુધવાર, 12 એપ્રિલ 2023 (18:20 IST)
પશુના વ્યવસાય ઉપયોગ માટે લાયસન્સ લેવું ફરજિયાત અને પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની રહેશે મુદ્દત
3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે
 
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. રસ્તે જતાં રાહદારીઓ તથા વાહનચાલકો રખડતા ઢોરની અડફેટે આવવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે આવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે અમદાવાદમાં રખડતાં ઢોરને લઈને નવી પોલીસી તૈયાર કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢ્યા બાદ શાસકોએ નવી પોલીસી તૈયાર કરી છે. 
 
પશુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત બનશે
AMC દ્વારા જે નવી પોલીસી બનાવવામાં આવી છે. તે અંતર્ગત ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજિયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત બનશે. આ માટે ઢોર માલિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેના માટેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. જો લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલ સંખ્યામાંથી વધુ ઢોર હશે તો ઢોર માલિક સામે દંડનીય કાર્યવાહી થશે. ઢોર માલિકોએ ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે. 
 
માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે
પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે. તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. 
 
આગામી મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામા આવશે
એએમસી દ્વારા ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ રાખવાનું રહેશે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવાશે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ એએમસી સીએનસીડી વિભાગે નવી પોલીસી તૈયાર કરી છે. જોકે આખરી નિર્ણય આગામી મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામા આવશે. શહેરમાં હાલ 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં 24 કલાક કામગીરી ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં આઠમા ધોરણના 6 પેપર ફૂટતા વાલીઓનો હોબાળો