Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નડિયાદ: ગરનાળામાં છાત્રો ભરેલી બસ ફસાઈ

Nadiad: A bus full of students got stuck in Garnala
, શનિવાર, 24 જૂન 2023 (12:42 IST)
Nadiad: A bus full of students got stuck in Garnala
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે શનિવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારે ઠેકઠેકાણે છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. ડાકોર, નડિયાદ, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યા છે. નડિયાદ શહેરમાં પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લા વાસીઓ છેલ્લા કેટલાક સમયથી ગરમી ઉકળાટનો સામનો કરતા હતા અને આજે આ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
webdunia
Nadiad: A bus full of students got stuck in Garnala
જોકે થોડા જ સમયમાં વરસાદે વિરામ લેતા આ પાણી ઓસરી ગયા હતા. જ્યારે નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા.  ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ પસાર થઈ રહી હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. ત્યારે આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. 
 
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mainpuri Crime: લગ્નના બીજા દિવસે ઘરના 5 લોકો સહિત દુલ્હા-દુલ્હનની હત્યા