Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નવરાત્રિ પહેલાં જ આશાપુરા મંદિરે ભક્તો ઉમટી પડ્યા, 102 વર્ષના માજી માતાના મઢની પદયાત્રાએ નીકળ્યાં

નવરાત્રિ પહેલાં જ આશાપુરા મંદિરે ભક્તો ઉમટી પડ્યા, 102 વર્ષના માજી માતાના મઢની પદયાત્રાએ નીકળ્યાં
, બુધવાર, 6 ઑક્ટોબર 2021 (15:58 IST)
કચ્છના આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે આજે બુધવાર સાંજથી ઘટસ્થાપન બાદ અશ્વિન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ પૂર્વેજ દર્શનાર્થીઓનું ઘોડાપુર વગર સેવા કેમ્પ અને કઠિન માર્ગો વચ્ચે ઉમટી પડ્યું છે. ભુજથી માતાના મઢ તરફનો રસ્તો હાલ યાત્રાળુઓના જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યો છે. ત્યારે તંત્રએ આ માર્ગને નવરાત્રી સુધી એક માર્ગીય જાહેર કર્યો છે. ત્યારે મૂળ કોયલાણા અને હાલ જામનગરના લીલાબા ચાવડા જેઓ 102 વર્ષના છે. તેઓ છેક જામનગરથી માતાના મઢની 352 કિલોમીટર લાંબી પદયાત્રાએ નીકળ્યાં છે.
 
આ વર્ષે ભક્તો માટે મંદિર ખુલ્લુગતવર્ષે કોરોનાના કારણે માતાના મઢનું ઐતિહાસિક મંદિર નવરાત્રિના સમયે બંધ હતું અને હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વખતે મંદિર ખોલવાના કારણે માતાના ભક્તો મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. જોકે, મા આશાપુરાના મંદિર સંકુલમાં શ્રીફળ, મોબાઈલ, કેમરા જેવી વસ્તુ લઈ જવા પર મનાઈ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાંજે ગુજરાત આવશે.