Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એક જ દિવસમાં એક જ જગ્યાએ ત્રણ પાળીમાં અલગ અલગ બિઝનેસ કરતો અમદાવાદનો માણેકચોક.

એક જ દિવસમાં એક જ જગ્યાએ ત્રણ પાળીમાં અલગ અલગ બિઝનેસ કરતો અમદાવાદનો માણેકચોક.
, બુધવાર, 28 જૂન 2017 (10:16 IST)
અમદાવાદ એક એવું શહેર છે જેને ગુજરાતના ધંધાકિય સ્થળનું મુખ્ય મથક માનવામાં આવે છે. આજનું અમદાવાદ જાણે વિકાસને આંબીને વિશ્વ ફલક પર પોતાનું નામ બનાવી રહ્યું છે. ઊંચી ઈમારતો અને હાઈટેક હોટલો સાથે સૌથી વધુ ટુ વ્હિલર્સ અને ગાડીઓના ધમધમાટથી રાત દિવસ ધમધમતું શહેર છે. અહીં સૌ કોઈને ઓટલો અને રોટલો આસાનીથી મળી જાય છે. ત્યારે આપણે અમદાવાદના એક એવા માર્કેટની વાત કરવી છે. જે ત્રણ પાળીમાં ચાલે છે અને લાખો રૂપિયાનો વ્યવસાય કરે છે. અમદાવાદના માણેકચોકને તો સૌ કોઈ જાણે છે. અહીં વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.  અહીં સવારે વહેલા શાક-બકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે અને રાતે ખાણીપીણીનું બજાર મોડી રાત સુધી ચાલતું હોય છે.
webdunia

આ માર્કેટ ચોવીસેય કલાક ખુલ્લું હોય છે. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ અને દુકાનો હારબંધ દેખાય. અહીંની દુકાનો 1942 પહેલાની છે. અમુક તો પેઢીઓ છે. તેમના લાયસન્સ બ્રિટીશરોના જમાનાના છે.  રાતના લારીઓ વાળાઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે. આમ તો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીની જ પરવાનગી આપેલી છે પરંતુ બધું આટોપતાં સવારના ત્રણ વાગી જાય છે. ત્યારે તેમણે કહ્યું કે, ‘વર્ષોથી અહીં તમને હંમેશાં માણસોની ભીડ જોવા મળે જ.  થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’ અહીં જે લોકોની ભાજીપાઉં, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી, કુલ્ફી, આઈસ્ક્રીમ, પીત્ઝા, બર્ગર કે તમામ નાસ્તાની દુકાનો છે
webdunia

તેઓ દિવસે બીજે ક્યાંક નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એકસ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો 5 થી 10,000 જેટલું હશે. હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રિબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું રાત્રિબજાર ધમધમે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - સુહાગરાત