અભિનેતા જોહ્ન અબ્રાહમે મતદાન કર્યા બાદ તસવીર ટ્વીટ કરી હતી.
અભિનેતા જોહ્ન અબ્રાહમે મતદાન કર્યા બાદ તસવીર ટ્વીટ કરી હતી.
શાહરુખ અને ગૌરી ખાને કર્યું મતદાન
ફિલ્મ ઇંડસ્ટ્રીના કિંગ ખાન ગણાતા શાહરુખ તેમનાં પત્ની ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
- જિનેલિયા અને રિતેશ દેશમુખે મતદાન બાદ શું કહ્યું?
- ફિલ્મ અભિનેતા ગોવિંદા અને એમનાં પત્ની સુનિતાએ અંધેરી પશ્ચિમમાં મતદાન કર્યું.
કૉમિડી ફિલ્મોને કારણે જાણીતા ગોવિંદા 2004માં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા અને ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા
જોકે, સંસદમાં ગોવિંદાએ ખાસ સક્રિયતા ન દાખવતા તેમની ટીકા પણ થઈ હતી.
જાણીતા ગીતકાર, લેખક અને ફિલ્મ નિદેશક ગુલઝારે મુંબઈના બાન્દ્રામાં મત આપ્યો હતો.
સંપૂર્ણ સિંઘ કૈરા એ ગુલઝારનું મૂળ નામ છે.ગુલઝારને પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને ઍકેડમી ઍવૉર્ડ અને ગ્રેમી ઍવૉર્ડ પણ એનાયત થયેલો છે.
ગુલઝારની સાથે હિન્દી ફિલ્મોના વિલનની ભૂમિકાથી જાણીતા થયેલા પ્રેમ ચોપડાએ પણ બાન્દ્રામાં મત આપ્યો હતો.
જાણીતા અભિનેતા વિવેક ઓબેરોયે મતદાન કર્યું છે.
વિવેકે ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે.
જાણીતા ક્રિકેટર સચીન તેંડુલકરે બાન્દ્રામાં પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે મત આપ્યો હતો.
સચીન તેંડુલકર બાન્દ્રા પશ્ચિમથી મતદાર છે. ક્રિકેટમાં અનેક વિક્રમો પોતાને નામે કરનાર સચીન તેંડુલકરને ભારતરત્નથી સન્માનિત કરાયા હતા.
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સાઇકલ પર મતદાનમથકે પહોંચ્યા હતા.
હરિયાણામાં ભાજપ, કૉંગ્રેસ, નેશનલ લોક દળ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે મુકાબલો છે.
હરિયાણામાં 90 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
હરિયાણાના રોહતકના સાંઘી ગામમાં મહિલાઓએ મતદાનમથકની બહાર પરંપરાગત નૃત્ય કર્યું હતું.સિનિયર કૉંગ્રેસી નેતા ભૂપિન્દર હૂડાનો આ મતવિસ્તાર છે.
બોલીવૂડની અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના બાંદ્રામાં આવેલા મતદાનમથકે પોતાનો મત આપ્યો હ