ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા છે.કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન નાનું પડ્યું અને ખુરશીઓ ખૂટી પડી છે. જયરાજસિંહ હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે.કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં. અમારા બીજા નેતાઓએ કહ્યું કે આપણે તેમને લેવા જોઈએ.મેં તેમને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારી આપવી.