Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જસદણના આંબરડી ગામની બોર્ડિંગ સ્કૂલમાં બાળકે બગીચાની સફાઈ કરવાનો ઈનકાર કરતાં વીજશોક આપ્યા

boarding school
રાજકોટઃ , શુક્રવાર, 7 એપ્રિલ 2023 (17:57 IST)
સ્કૂલ દ્વારા માતા પિતાને કહેવાયું કે તેમનો પુત્ર આંબલીના ઝાડ પરથી પડી ગયો હતો
 
 જસદણમાં એક બાળકે સફાઈ કરવાની ના પાડતાં જ ગૃહપતિએ તેને વીજશોક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામ ખાતેની બોર્ડિંગ સ્કૂલમાં ભણતા બાળકે બગીચાને એક બે દિવસ પછી સાફ કરવાની વાત કરતાં જ ગૃહપતિ ઉશ્કેરાયા હતાં અને બાળકને રૂમમાં બંધ કરીને કરંટ આપ્યો હતો. બાળકને કરંટ લાગતાં જ તેની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકનો ચહેરો અને શરીર પર કેટલીક જગ્યાએ ચામડી બળી ગઈ છે. 
 
બાળકને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના આંબરડી ગામમાં આવેલી જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધાર્મિક મેમરીયા નામના વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા બગીચો સાફ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકે એવું કહ્યું હતું કે,'હું એક બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ.  એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈને કરંટ આપ્યો હતો.  બાળકને કરંટ લાગવાથી તેનો ચહેરો અને શરીરના કેટલાક અંગની ચામડી બળી ગઈ હતી. જેથી તેને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
 
અગાઉ પણ પુત્રએ સ્કૂલની ફરિયાદ માતા પિતાને કરી હતી
આ બાળકના માતા-પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે મહેનત મજૂરી કરીને દીકરાને ભણાવવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો. પરંતુ આ લોકો મોટી વગ ધરાવે છે. જેથી તેમને અમારા બાળકની કોઈ જ ચિંતા નથી. અમારો દીકરો જ્યારે પણ ઘરે આવતો એ સમયે તે કહેતો કે બોર્ડિંગ સ્કૂલ દ્વારા તેની સાથે યોગ્ય વર્તન-વ્યવહાર કરવામાં આવતો નથી. બોર્ડિંગ સ્કૂલ દ્વારા એવી જાણ કરવામાં આવી હતી કે અમારો દીકરો આંબલીના ઝાડ પરથી પડ્યો તેના કારણે તેની સાથે આ દુર્ઘટના બની છે. અમારા બાળક સાથે આ હોસ્ટેલ વાળા એ જ કંઈક ખોટું કર્યું છે. તેના કારણે આવી ઘટના બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના 13 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી, 40 કિમીની ઝડપથી પવન ફૂંકાશે