Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાવનગરમાં ડ્રેનેજની સફાઈ કરવા ઊતરેલો સફાઈકર્મી બેભાન થયો, બચાવવા ગયેલા અન્ય કામદારનું મોત

ભાવનગરમાં ડ્રેનેજની સફાઈ કરવા ઊતરેલો સફાઈકર્મી બેભાન થયો, બચાવવા ગયેલા અન્ય કામદારનું મોત
, શુક્રવાર, 10 નવેમ્બર 2023 (17:10 IST)
ભાવનગર શહેરમાં આવેલી સોલ્ટ રીસર્ચ સેન્ટરમાં ડ્રેનેજની સફાઈ માટે ગટરમાં એક કર્મચારી ઉતર્યો હતો. જે કર્મચારીને ઝેરી અસરને પગલે ગુંગળામણ થતાં તે બેભાન થયો હતો. જેથી ત્યા હાજર રહેલો મનપાનો એક સફાઈ કામદાર તેને બચાવવા માટે તાત્કાલીક ગટરમાં ઉતર્યો હતો. જોકે, તેને પણ ગેસ ગળતર થવા લાગી હતી. જેને લઈ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

જેથી તત્કાળ ફાયરની ટીમે તે બન્નેનું રેસ્કયુ કરી સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યા બચાવવા ઉતરેલા સફાઈ કામદારનું મોત થયું છે. જ્યારે અન્ય સફાઈ કામદારની સારવાર ચાલી રહી છે.શહેરના વાઘાવાડી રોડ પર મરીન રીસર્ચ સેન્ટર સેન્ટ્રલસોલ્ટ એકમ આવેલું છે. આ એકમમા આવેલી ડ્રેનેજ લાઈનમાં સાફ સફાઈ માટે રિસર્ચ સેન્ટરનો એક કામદાર ગટરમાં ઉતર્યા હતાં, પરંતુ ગટરમાં ઝેરી ગેસ ગળતર થતાં તે કામદાર બેભાન થઈ ગયો હતો. જેથી ત્યા હાજર રહેલો મનપાનો સફાઈ કામદાર માનવતાના ધોરણે તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો.

જોકે, તેને પણ ગેસ ગળતર થઈ હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગના જવાનોએ બંને કર્મીઓનું રેસ્કયુ કરી તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જયાં રાજુભાઈ પરસોત્તમભાઈ વેગડ નામના સફાઈ કર્મચારીનું મોત થયું હતું, જયારે અન્ય એક કર્મીની સઘન સારવાર ચાલી રહી છે.આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં સુધી કોઈ મનપાના કમિશ્નર હોસ્પિટલ નહીં આવે, ત્યાં સુધી મૃતદેહનો કબજો સ્વીકારવામાં આવશે નહીં, તેવી ચિમકી પણ પરિવારજનોએ ઉચ્ચારી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ayodhya Diwali- 51 ઘાટો પર 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, આ દિવાળીએ અયોધ્યાનું લક્ષ્ય 'વર્લ્ડ રેકોર્ડ' બનાવવાનું છે