Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે રિસર્ફેસિંગની કામગીરીને લીધે 9 દિવસ બંધ રહેશે, 60થી વધુ ફલાઈટો રદ કરાશે,ફક્ત VVIPની મૂવમેન્ટ રહેશે

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે રિસર્ફેસિંગની કામગીરીને લીધે 9 દિવસ બંધ રહેશે, 60થી વધુ ફલાઈટો રદ કરાશે,ફક્ત VVIPની મૂવમેન્ટ રહેશે
, શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (10:40 IST)
20 થી 30 એપ્રિલના સવારે 11 થી 5 દરમિયાન 3300 મીટર લાંબા રન-વેને રીસરફેસ કરવામાં આવશે
 
આગામી એપ્રિલ મહિનામા વિમાનમાં મુસાફરી કરીને અમદાવાદ આવનારા મુસાફરોએ ફ્લાઈટના શેડ્યૂલ નવેસરથી તપાસવા પડશે. આગામી 20થી30 એપ્રિલના સવારથી માંડીને સાંજ સુધી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર રિસર્ફેસિંગની કામગારી હાથ ધરાવાની છે. આ સમય દરમિયાન 62 ફ્લાઈટની ઉડાનો રદ કરવામાં આવનાર છે. માત્ર 24 એપ્રિલે રન વે ખુલ્લો રહેશે ઠેલે કે નવ દિવસ રનવે નક્કી કરેલા સમયે બંધ કરી દેવામાં આવશે. 
રન-વે પર ખાડા પડી જતાં ભયજનક સ્થિતિ 
પ્રાપ્ત વિગતો અનુસાર દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સામેલ અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વેના અમુક હિસ્સા પર રીતસરના ખાડા પડી ગયા હોવાનું જાણવા મળ્યુ છે. ટેક્ઓફ્ -લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ગમે ત્યારે બસ્ટ થઇ જવાનો સતત ભય રહે છે. આમ, કોઇ મોટી દૂર્ધટના ન સર્જાય અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય નહીં તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી રન-વે રીસરફેસની કામગીરી આગામી 20 થી 30 એપ્રિલ દરમિયાન સવારે 11.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી કરવામાં આવશે. આ છ કલાકના સમયગાળા દરમિયાન રન-વે બંધ રહેશે અને એકપણ ફલાઇટો ટેક્ ઓફ-લેન્ડિંગ થશે નહી. ફક્ત VVIPની મૂવમેન્ટ રહેશે.
 
અમદાવાદ એરપોર્ટનો સાડા ત્રણ કિ.મી લાંબો રન-વે છે
 
અમદાવાદ એરપોર્ટનો સાડા ત્રણ કિ.મી લાંબો રન-વે છે. થોડા સમય પહેલા રન-વે પર ઘણી જગ્યાએ ખાડા-ટેકરા તેમજ ખુલ્લા વાયરો અને ગટરના ઢાંકણા ખુલ્લા હોવાની ડીજીસીએની ટીમે વર્ષ ૨૦૧૯માં ખાતાકીય કરી હતી. જ્યાં એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે ઝાટકણી કાઢી કારણદર્શક નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ઓથોરિટીએ તાકીદે રન-વે રિપેર કર્યા બાદ અમદાવાદમાં ભારે વરસાદ બાદ રન-વેના કેટલાક હિસ્સાઓમાં ખાડા પડી ગયા હતા.
 
હાલમાં દર રવિવારે રન વે કામગીરીને કારણે બંધ રહે છે
 
હવે અદાણી હસ્તક સંચાલન થઇ રહેલા અમદાવાદ એરપોર્ટના રન-વેને પુનથ રિસરફેસ કરવા માટે ડીજીસીએની મંજૂરી માંગી છે. જો મળી જશે તો 20 થી 30 એપ્રિલ સુધી રન-વે સવારે ૧૧ થી ૫ દરમિયાન બંધ રહેશે.  હાલમાં પણ દર રવિવારે રન-વેના મેઇન્ટેનન્સના ભાગરૃપે સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી બંધ હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેમ્પો ડ્રાઇવર હતા ચેતન સાકરિયાના પિતા, હવે આઇપીએલએ પુત્રને બનાવી દીધો કરોડપતિ