Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં એક પાલતુ કૂતરાંએ બીજાને બચકું ભરી લેતા બન્નેના માલિક રોડ પર દોઢ કલાક સુધી ઝગડયા

અમદાવાદમાં એક પાલતુ કૂતરાંએ બીજાને બચકું ભરી લેતા બન્નેના માલિક રોડ પર દોઢ કલાક સુધી ઝગડયા
, મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (09:28 IST)
હેબતપુર રોડ ઉપર રાતે જમી પરવારીને અંકલ અને આંટી પાલતુ કૂતરાને ફરાવવા નીકળ્યા હતા. જો કે રસ્તામાં બંનેના કૂતરા સામ સામે આવી જતા એક કૂતરાએ બીજા કૂતરાને બચકું ભરી લીધું હતું. જેના કારણે અંકલ - આંટી વચ્ચે પણ રોડ ઉપર ઝઘડો શરૂ થઇ ગયો હતો. જો કે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પીઆઈ એ મધ્યસ્થી કરતા લગભગ દોઢ કલાક બાદ બંને વચ્ચે સમાધાન થતા મામલો શાંત પડયો હતો. હેબતપુર વિસ્તારમાં રહેતા એક અંકલ રાતે જમી પરવારીને કૂતરાને લઈને ફરવવા નીકળ્યા હતા. જ્યારે એક આંટી પણ તેમના કૂતરાને લઈને ફરાવવા નીકળ્યા હતા. દરમિયાનમાં બંનેના કૂતરા રોડ ઉપર સામ સામે આવી જતા બંનેએ એક બીજાને જોઈને ઘૂરકીયા કરવાનું અને ભસવાનું શરૂ કરી દીધું હતુ. દરમિયાનમાં એક કૂતરા એ બીજા કૂતરાને બચકું ભરી લીધુ હતુ. જેથી અંકલ - આંટી પોત પોતાના કૂતરાને ખેંચીને દૂર લઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ અંકલ - આંટી વચ્ચે પણ ત્યાં જ ઝઘડો શરૂ થઇ ગયો હતો. કૂતરાએ બચકું ભર્યું હોવાના મુદ્દે અંકલ - આંટી એક બીજાને હાથ લંબાવીને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે રોડ ઉપર પણ રાહદારીઓ ભેગા થઇ ગયા હતા. થોડી વારમાં બંનેએ એક બીજાના પરિચિતોને ફોન કરીને જાણ કરતા આ મામલો સોલા પીઆઈ જે.પી.જાડેજા સમક્ષ પહોંચ્યો હતો. જો કે અંકલ - આંટી બંનેમાંથી એક પણ રૂબરૂ પોલીસ સ્ટેશન આવ્યા ન હતા. પરંતુ પીઆઈ જાડેજા સાથે ફોન ઉપર વાત કરીને જ પોત - પોતાનો પક્ષ રજૂ કરતા હતા. જો કે પીઆઈએ લગભગ દોઢ કલાક સુધી અંકલ - આંટીને વારા ફરથી ફોન ઉપર સાંભળીને સમજાવ્યા બાદ બંનેએ સમાધાન કરી લીધું હતું. જેના કારણે આ બાબતે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી.અંકલ - આંટી એ તેમના પરિચિતો મારફતે સોલા પીઆઈ જે.પી.જાડેજા ઉપર ભલામણના ફોન કરાવવાનું શરૂ કર્યંુ હતું. જોત જોતામાં જ પીઆઈ જાડેજા ઉપર અડધો ડઝન ફોન આવી ગયા હતા. પરંતુ અંકલ - આંટી કોઇ વાત સમજવા જ તૈયાર ન હતા. આખરે દોઢ કલાક બાદ તે બંને એ સામેથી સમાધાન કરવાની સંમતિ દર્શાવતા મામલો થાળે પડયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં 14 વર્ષની સગીરાએ મોબાઈલના વળગણથી સ્કૂલે જવાનું બંધ કર્યું, ટીચર ઘરે ભણાવવા આવે તો તેમની સાથે ખરાબ વર્તન કરતી