Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં શખસે જાહેરમાં બંદૂક તાણી,સ્થાનિકોએ પાછળ દોડી પકડી પાડ્યો

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2023 (12:42 IST)
ahmedabad maninagar
અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવક લોડેડ બંદૂક લઇને લૂંટ કરવા આવ્યો હતો. યુવકે જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે સ્થાનિકો લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે યુવક પાસેથી બંદૂક કબજે કરી છે. હાલ યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા જઈ રહ્યો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસ આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક અને બેગ ભરાયેલી હોવાનું એક વીડિયોમાં દેખાઈ રહ્યો છે.


આ ઉપરાંત લોકોનું ટોળું એકઠું થયું છે જેમણે આ યુવક જાહેરમાં બંદૂક બતાવી રહ્યો છે. જોકે, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને યુવકને પકડી પાડ્યો હતો. મણિનગર પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરવામાં આવી છે. આ યુવકની પ્રાથમિક પૂછપરછ સામે આવી છે કે તેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો.મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. આજે લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. લોકોએ જ્વેલર્સ શો રૂમ પાસેથી લૂંટ કરે તે પહેલાં જ તેને ઝડપીને પોલીસને સોંપ્યો છે. અત્યારે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવક પાસેથી બંદૂક કબજે કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Earthquake In Mount Abu: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભૂકંપના આંચકા, વિસ્તારમાં ભયનો માહોલ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

આગળનો લેખ
Show comments