Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્રેમથી કહ્યું હોત કે સીએમ આવે છે તો ટી સ્ટોલ હટાવી લેત, પણ અધિકારીઓએ કહ્યું ઉઠાવીને ગાડીમાં નાખી દો

tea stall
, મંગળવાર, 28 માર્ચ 2023 (16:40 IST)
અમદાવાદમાં AMCના દબાણ શાખાના અધિકારી ઘણીવાર નાના વેપારીને હેરાન કરતા હોય છે. મોટા માથાઓના દબાણ નજરે ચડતા નથી પણ નાના વેપારીની ચાની લારી તેમજ અન્ય વેપારીને અવારનવાર હેરાન કરતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરમાં ફરી એકવાર બન્યો છે.

અધિકારીઓએ શહેરના રિવરફ્રન્ટ નજીક એક ટી સ્ટોલ ચલાવતી વિકલાંગ દિકરીને કહ્યું કે આને ઉઠાવીને ગાડીમાં નાખી દો. આ વિકલાંગ દિકરીએ કહ્યું હતું કે જો મને સીએમ આવે છે તે પ્રેમથી કહ્યું હોત તો હું ટી સ્ટોલ હટાવી લેત. અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે હજુ થોડાક દિવસો પહેલા જ એક વિકલાંગ દિકરીએ ટી સ્ટોલનોની લારી નાખી વેપાર કરવાનું શરુ કર્યુ હતું. ત્યારે આજે આ દિકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયોમાં AMCના દબાણ શાખાના અધિકારી અને પોલીસનો સ્ટાફ જોવા મળી રહ્યો છે જેની સામે આ દિકરી હાથ જોડીને વિનંતી કરી રહી છે. દિકરી આક્ષેપ લગાવ્યો હતો કે દબાણ શાખાના અધિકારીઓ દરેક પાસેથી હપ્તા ઉઘરાવે છે.  આ ઉપરાંત રડતા રડતા તેણે કહ્યું હતું કે જો મને આજે સીએમ આવવાના છે તો હું સામેથી જતી રહી હોત. બધા લારીઓ લઈને ઉભા રહે છે પણ એને હટાવવામાં આવતા નથી પણ મને રોજ લારી હટાવવાનું કહેવામાં આવે છે. આ દિકરીએ વીડિયો રડતા રડતા કહ્યુ હતું કે અહીયા હુ મારા માતા-પિતા સાથે બેસુ છુ અને ગરીબ છુ મહેનત કરુ છુ ચોરી નથી કરતી કે ભીખ નથી માંગતી અહીના લોકો મને ખુબ સપોર્ટ કરે છે અને દરરોજ ઘણા લોકો અહી ચા પીવા આવે છે. હું ડ્રિપેશનમાં આવીને આત્મહત્યા ન કરૂને એટલે હું અહીં આ ચાની લારી નાખીને ધંધો કરૂ છું.

AMCની ગાડી મારો સામાન ભરવા અહીંયા આવી હતી. લોકોની ભારે ભીડ પણ ત્યા જોવા મળી હતી. જોકે, પોલીસની ટીમનો સારો એવો સપોર્ટ હતો. મહિલા પોલીસે કહ્યું કે બહેન તમારો સામાન નહીં ભરીએ તમે 10 મિનિટમાં ખાલી કરી દો. આ બાદ અધિકારીઓે રિવરફ્રન્ટ ખાતે બોલાવીને કહ્યું હતું કે તમારી જે રજૂઆત છે તે કહો અને જ્યા સુધી રજૂઆત તમારી અમલમાં ન આવે ત્યા સુધી તમે અહિં સ્ટોલ પર ઉભા રહી શકશો નહીં. આજે વિધાનસભામાં આ દિકરી હાર્દિક પટેલને મળવાની વાત કરી હતી. હું વિકલાંગ હોવાથી હું ફુલ કપડા પહેરી શક્તી નથી. જેને કારણે હુ શોર્ટસ જ પહેરુ છું. મને વિધાનસભામાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. હાર્દિક પટેલે મળવાનું વચન આપ્યુ હતું જેથી હું અહીં બેઠી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એમએસ ધોનીને સીએસકેના પૂર્વ ખેલાડીએ કહ્યુ 'Big DOG', સોશિયલ મીડિયા પર ફેંસ ભડકી ઉઠ્યા