ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ગાજવીજ વરસાદની સાથે ભારે પવન ચાલી રહી છે. આ દરમિયાન ખેડાના શાહપુરા પાસે એક બાઈક જેના પર પતિ-પત્ની સવાર હતા તેના પર વૃક્ષ પડવાથી બન્નેના મોત થયા છે.
આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. બાઇક પર વૃક્ષ પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ તો પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બંને પતિ-પત્નિના મોતને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે