પતિ અને સાસરી પક્ષથી કંટાળી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારી આઇશાના પતિ આરીફે કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી . જેની સામે આરીફના જામીન મંજુર ન કરવામાં આવે તેવી માંગણી આઇશાના પક્ષ તરફથીકરવામાં આવી હતી . જો કે નામદાર કોર્ટે આગળની કાર્યવાહી માટે 1 એપ્રિલે સુનવણી રાખી છે .
આજે અમદાવાદની સેસન્સ કોર્ટમાં આરીફના જામીન અરજી સામે આઇશાના પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો .ઉલ્લેખનીય છે કે આ મામલે હજી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે જે હાજી પુરી થઈ નથી . પરિણામે હજી કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ નથી . જેને લઇ આજે કોર્ટમાં આરીફના જામીન મંજુર ને કરવા માટેની રાજુવાત કરવામાં આવી હતી .
આઇશા વતી કોર્ટમાં રજુવાત કરવામાં આવી હતી કે હજી ચાર્જશીટ દાખલ થતા પહેલા આરીફ દેશ વિદેશ પણ ભાગી શકે છે તેમજ આઇશાના પરિવારજનોને ધાક ધમકી પણ આપી શકે છે . તેને કોર્ટ માં રજૂ કરતા પહેલા 3 દિવસના પોલીસ રિમાન્ડ અને ત્યારબાદ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો . જે બાદ આરીફે કોર્ટ સમક્ષ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 439 હેઠળ રેગ્યુલર જામીનની અરજી કરતા આઇશાના પક્ષે વિરોધ ઉઠાવ્યો હતો .