Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ

surat news
, શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (17:45 IST)
surat news
ગત 16 સપ્ટેમ્બરે દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી આગ ફીટ નીકળતા ટ્રેનમાં બેસેલા અને સ્ટેશન ઉપર ઉભેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી જો કે કોચમાં શરૃઆતમાં ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે મુંબઇ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર આશરે ૩ કલાક ખોરવાયો હતો. ત્યારે આજે વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોમાં દોડધામ મચી જવા પામી છે.



પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. વલસાડના છીપાવાડ વિસ્તાર નજીક આગની ઘટના બનતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આગ લાગવાની ઘટનાને લીધે રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. ટ્રેનના જનરેટર કોચમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. વલસાડ રેલવે વિભાગે સાયરન વગાડીને આગ લાગ્યાની જાણકારી આપી હતી. ટ્રેનમાંથી મુસાફરોને રેલવેના અધિકારીઓએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા રૂ. ૨૨૫ કરોડના બ્રિજનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થશે