મેહુલિયાએ લાંબા વિરામ પછી અમદાવાદમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એસજી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર બપોરે સમી સાંજ જેવું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત શહેરના સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદનગર, આનંદનગર, સોલા, જશોદાનગર, હાટકેશ્ર, પકવાન ચાર રસ્તા, શીલજ, વસ્ત્રાલ, બોડકદેવ, વેજલપુર, બોપલ, જીવરાજ પાર્ક, બોડકદેવ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે
વલસાડ જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ પૂર્ણ થયા બાદ રાત્રે 2 વાગ્યે મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. જિલ્લામાં વલસાડ, વાપી, ઉમરગામ પારડી અને કપરાડા તાલુકામાં મેહુલિયો મન મૂકી વરસ્યો હતો. રાત્રે 2 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 302 મિલિ, વાપી તાલુકામાં 148મિલિ, પારડી 52મિલિ, કપરાડા 72મિલિ, વલસાડ 44મિલિ અને ધરમપુર 13મિલિ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં 12 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે.જેના કારણે કલેકટર શ્રીપ્રા આગરે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રાહત અને બચાવ કામગીરી માટે અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.
ખેડા જિલ્લાના ખેડા અને માતર નગર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 1 કલાકથી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્ય છે. માતર અને ખેડા બંને તાલુકાના 90 ગામો વરસાદ છે. ખેડા અને માતર બંને તાલુકામાં વરસાદ શરૂ થતાં ધરતી પુત્રોને બંધાઈ છે. ખેડા અને માતર તાલુકા વરસાદ આધારિત ડાંગર પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખેડા શહેરમાં મુખ્ય દરવાજા બજાર ખેડા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા છે.