Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દરિયો બન્યુ દિલ્હી, વરસાદે 121 વર્ષનો તોડ્યો રેકોર્ડ, હજુ ભારે વરસાદની આગાહી

દરિયો બન્યુ દિલ્હી, વરસાદે 121 વર્ષનો તોડ્યો રેકોર્ડ, હજુ ભારે વરસાદની આગાહી
, શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (23:11 IST)
દિલ્હીમાં શનિવાર સવારથી ભારે વરસાદ રવિવાર સવાર સુધી ચાલુ રહેશે. 1944 પછી આ વખતે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં છેલ્લા 121 વર્ષમાં સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બરમાં 390 મીમી વરસાદ પડ્યો છે. આ પહેલા 77 વર્ષ પહેલા સપ્ટેમ્બર 1944 માં સૌથી વધુ 417 મીમી વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં 4 મહિનામાં 1139 મીમી વરસાદ નોંધાયો છે જે 46 વર્ષમાં સૌથી વધુ છે. આ 1975 માં આવેલા 1155 મીમી વરસાદ કરતા થોડો ઓછો છે.

 
ભારતીય હવામાન વિભાગ (IMD) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. ગેનમાનીએ શનિવારે કહ્યું કે દિલ્હીમાં રવિવારે સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. તે દિલ્હી-એનસીઆર, પંજાબ અને રાજસ્થાનને આવરી લેશે. પૂર્વ રાજસ્થાન અને બંગાળની ખાડી ઉપર બનેલી સિસ્ટમ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. દિલ્હીમાં 17-18 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારની સફળતાના પાંચ વર્ષની ઉજવણીના સમયે રૂપાણીની વાજતે ગાજતે વિદાય નક્કી હતી