Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હજીરા-બાન્દ્રા મુંબઈ વચ્ચે શરૂ થશે પેસેન્જર ફેરી સર્વિસ, વિદેશી ક્રૂઝ જેવી હશે સુવિધા

હજીરા-બાન્દ્રા મુંબઈ વચ્ચે શરૂ થશે પેસેન્જર ફેરી સર્વિસ, વિદેશી ક્રૂઝ જેવી હશે સુવિધા
અમદાવાદ: , સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (17:59 IST)
હજીરા (સુરત)થી બાન્દ્રા (મુંબઈ) પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એસ. એસ. આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે. 
 
ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે. 
 
શરૂઆતમાં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે. 
 
આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય, રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ, આજી ડેમ થયો ઓવરફ્લો