જે કારતક સુદ પૂર્ણિમા એટલે દેવ દિવાળી છે. આ દિવસે લોકો મંદિરોમાં પૂજન-અર્ચન કરી દિવસની શરૂઆત કરતા હોય છે. આજથી સારા કામ કરવાનો પ્રારંભ પણ કરવામાં આવતો હોય છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુ ડાકોર અને શામજી મંદિર ઉમટી પડતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે મંદિરના દ્વાર પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ન ભેગા થાય તે માટે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિર ભક્તજનો માટે બંધ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. આમ ઈતિહાસમાં પ્રથમ વખત આજના દિવસે શામળાજી મંદિર બંધ છે.
તો બીજી તરફ ડાકોર મંદિર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ માથુ ટેકવા આવે છે. પરંતુ આ વખતે શ્રધ્ધાળુઓની ઉપસ્થિતી વગર જ બંધ બારણે દેવ દિવાળી ઉત્સવ ઉજવાશે.
ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા
નગર તરીકે દેવી જાણિતા ભદ્રકાળીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. કોરોના વાયરસને લીધે આ વર્ષે અહીં ઓછી ભીડ જોવા મળી રહી છે. પરંતુ અમદાવાદમાં પરંપરા રહી છે કે કોઈ તહેવાર પર શહેરીજનો દિવસની શરૂઆત માતા ભદ્રકાળીના દર્શન કરીને કરતા હોય છે.