જાફરાબાદમાં ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2મહિનાનો પગાર કાપવાનો નિર્ણય લેતા મોટી સંખ્યામાં ખલાસીઓ એકઠા થયા હતા. ખલાસીઓના ટોળા સમાજના આગેવાનોના ઘરે પહોંચ્યા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. ટોળુ બેકાબૂ બનતા સ્થિતિ વણસી હતી. ઘટનાની જાણ થતા અમરેલીના એસી નિર્લિપ્ત રાય સહિત પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો. એલસીબી, એસઓજી સહિત કોસ્ટલ વિસ્તારની પોલીસ જાફરાબાદ બોલાવવી પડી હતી. પોલીસે સ્થિતિ કંટ્રોલ કરવા 8થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે સમગ્ર જાફરાબાદને કંટ્રોલમાં લઇ ટોળાને વિખેર્યું હતું. શહેરમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.