ગુજરાતમાં ગુલાબી ઠંડીનું ધીમા પગલે આગમન: ગાંધીનગર સૌથી ઠંડું શહેર
, સોમવાર, 12 નવેમ્બર 2018 (17:34 IST)
દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાય રહ્યો છે. ગુલાબી ઠંડીના ચમકારાથી પ્રજાને ગરમીમાંથી છૂટકારો મળી ગયો છે. જો કે બપોરના ટાણે ગરમીને લીધે પંખા-એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવે વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. ગામડાંઓમાં તો મોડીરાત બાદ વધુ ઠંડી અનુભવાય રહી છે. હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું હોવાથી લોકો ફરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડું શહેર ગાંધીનગર અને અમદાવાદ બની ગયું હતું. જ્યાં દિવસનું તાપમાન ૩૬.૨ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન ૧૬.૫ ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું. આ ઉપરાંત, ડીસા, ભાવનગરનું મહુવા, કંડલા સહિતનાં શહેરોનું તાપમાન ૧૫ થી ૧૬ ડીગ્રી જેટલું નોંધાયું હતું. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકશે.
આગળનો લેખ