વિજય રૂપાણીના રાજીનામા પછી હવે દરેક કોઈના મનમાં આ જ સવાલ છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે ? આમ તો સીએમ પદની રેસમાં અનેક દિગ્ગજોના નામ છે, પણ સૌથી મુખ્ય દાવેદાર ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, ગુજરાત બીજેપી નેતા આરસી ફળદૂ, સીઆર પાટિલ અને લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ બતાવાય રહ્યા છે.
ગુજરાતના ગાંધીનગરમાં રવિવારે બીજેપી ધારાસભ્યોની બેઠક યોજાવાની છે અને કેન્દ્રીય નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર રાજ્યમાં પહોંચી ચુક્યા છે. આ બેઠકમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે તેવી ચર્ચા છે. જો કે એવું માનવામાં આવે છે કે આ વખતે પણ નવા નેતા પાટીદાર સમુદાયના હશે.
બીજેપી હંમેશા ચોંકાવતી રહે છે
આગામી વિધાનસભા ચૂંટણીને જોતા બીજેપી કોઈ નવુ જોખમ ઉઠાવવા નથી માંગતી અને પાટીદાર સમુહ ગુજરાતમાં બીજેપીની વોટબૈંક રહ્યુ છે. કેટલાક રાજકારણીય વિશ્લેષક એવુ પણ માને છે કે બીજેપી હરિયાના કે ઝારખંડની જેમ જ કોઈ નવા ચેહરા પર પણ દાવ લગાવી શકે છે.
પાર્ટીમાં સમય સાથે જવાબદારીઓ પણ બદલાતી રહે છે, આગળ પાર્ટી જે કામ આપશે એ હુ કરતો રહીશ - વિજય રૂપાણી
આ પહેલા ઉત્તરાખંડ અને કર્ણાટકમા નેતૃત્વમાં ફેરફાર કર્યા પછી બીજેપીએ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી બદલાય જશે, વિધાનસભા ચૂંટણીથી લગભગ સવા વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપ્યા પછી રૂપાણીએ સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઈચ્છા બતાવી.
આગામી વર્ષે થવાની છે ગુજરાતમાં ચૂંટણી
રૂપાણીએ કહ્યુ, ગુજરાતના વિકાસની યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ઉત્સાહ અને નેતૃત્વ સાથે આગળ વધવુ જોઈએ. તેને ધ્યાનમાં રાખીને મે રાજીનામુ આપ્ય છે. તેમને પૂછવામાં આવ્યું કે કોના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ અંગે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દરેક રાજ્યમાં ચૂંટણી લડે છે. અમારી પાસે મજબૂત નેતૃત્વ છે. અમે તેમના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડીશું. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે.
નવા મુખ્યમંત્રીના રૂપમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં બે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જો આ બે કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે કોઈની પસંદગી કરવામાં ન આવે તો સીઆર પાટિલ જીતી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દાવો માનવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પહેલા જોખમ ઉઠાવવા નથી માંગતી પાર્ટી
ગુજરાતમાં અગાઉનીચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બીજેપી જેમતેમ કરીને સત્તા બચાવવામાં સફળ રહ્યું પરંતુ હવે તે જોખમ લેવા માંગતું નથી. તે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે. પાર્ટીની અંદર નક્કી કરવામાં આવ્યું કે જો વિજય રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે.
આ 3 વાતો રૂપાણી પર ભારે પડી
1. સવા વર્ષ પછી રાજ્યમાં ચૂંટણી છે અને વિજય રૂપાણી જાતિય સમીકરણમાં ફિટ નહોતા બેસી રહ્યા.
2. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે તેમઓ 36નો આંકડા થઈ ગયો હતો. . પાટીલ પીએમ મોદીના વિશ્વાસુ છે.
3. કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં જોવા મળેલ ગેરવહીવટ પણ વિજય રૂપાણીને પર ભારે પડી ગઈ.