Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર, 17 IPS અધિકારીઓની થઇ બદલી

police bharati
, મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (11:46 IST)
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડે તે પહેલા રાજ્ય સરકારે 17 IPS અધિકારીઓની બદલી કરી છે. અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજ કુમારે એક આદેશ દ્વારા IPS પિયુષ પટેલને સુરત-રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે નિયુક્ત કર્યા છે.
 
રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) સંદીપ સિંહની બદલી કરીને વડોદરા રેન્જના આઈજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) એમ.એ.ચાવડાની જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે બદલી કરવામાં આવી છે.
 
સુરત રેન્જના આઈજીપી ડીએસ પાંડિયન રાજકુમારની બદલી કરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (રેલ્વે) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખુર્શીદ અહેમદને અધિક પોલીસ મહાનિર્દેશક (પ્લાનિંગ એન્ડ મોર્ડનાઇઝેશન), ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજય ચૌધરીની સુરતના જોઈન્ટ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
 
અશોક યાદવને IGP રાજકોટ રેન્જ તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગૌતમ પરમારને આઈજીપી ભાવનગર રેન્જ બનાવવામાં આવશે. આર.વી. અસારીને નાયબ પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ-II) તરીકે અને નીરજકુમાર બડગુજરને અમદાવાદ શહેરના સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ઓક્ટોબરના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના અંતની આસપાસ અને બીજો તબક્કો ડિસેમ્બરની શરૂઆતમાં હોઈ શકે છે. માહિતી એવી પણ છે કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે થઈ શકે છે.
 
14મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજાઈ હતી. ચૂંટણી જીતીને ભાજપ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું અને રાજ્યમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકાર બની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રીએ કારગિલમાં સશસ્ત્ર દળો સાથે દિવાળીની કરી ઉજવણી, "દિવાળી આતંકના અંતનો તહેવાર છે"