વરાછામાં શુક્રવારે રાત્રે સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોંસ્ટેબલ સુનીતા યાદવ વચ્ચે તકરારે રવિવારે પણ ચર્ચાનો મુદ્દો બન્યો. બીજી તરફ પ્રકાશ કાનાણી સહિત ત્રણ યુવકોને પોલીસે સવારે ધરપકડ કરી લીધે, જેમને ત્રણ કલાક બાદ જામીન પર મુક્ત કરી દીધા. કર્ફ્યૂં ઉલ્લંઘનને લઇને આઇપીસી કલમ 269, 270, 118, 114 અને એપેડેમિક ડિસીસ એક્ટ 1879ની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. કોંસ્ટેબલ સુનીતાને પણ પોલીસ કમિશ્નર કાર્યાલયમાં બદલી કરી દેવામાં આવી.
જોકે તેમના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહી તેની જાણકારી મળી શકી નથી. રાજીનામું આપવાની રવિવારથી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ અધિકારીઓએ રવિવારે મોડી રાત સુધી તેની પુષ્ટિ કરી ન હતી. મંત્રી કુમાર કાનાણી પણ રવિવારે મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને પોલીસકર્મીએ જે પ્રકારે અભદ્રતા કરી છે ગાળાગાળી કરી છે તેના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવે તેની યોગ્ય કાર્યવાહી થવી જોઇએ.
મેં મારા પુત્રને અભદ્રતા શીખવાડી નથી. જો તેને ગુનો કર્યો છે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. તે રાત્રે પણ કોંસ્ટેબલને કાનૂની કાર્યવાહી કરવી જોઇતી હતી ના કે ખરાબ વર્તન કરવું જોઇતું હતું. રવિવારે મારા પુત્રની ધરપકડ થઇ તો હું પોલીસ સ્ટેશન પણ ગયો ન હતો. ના તો મારો કોઇ સમર્થક પોલીસ સ્ટેશન ગયો હતો.
મંત્રી કાનાણીએ મીડિયા સમક્ષ પોતાના અંગત વ્યવહારને લઇને વાત કરી હતી. તેમણે કહ્યું કે મને ના તો મારા મંત્રી પદનો લોભ છે ના તો ધારાસભ્ય હોવાનો ઘમંડ છે. આ તો બધાનો પ્રેમ છે જે હું આજે આ પદ પર છું નહીતર મેં આજ સુધી કોઇના પર રૌફ બતાવ્યો નથી.
આ મામલે સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી સાથે વિજય રૂપાણીએ વાત કરી સંપૂર્ણ જાણકારી લીધી હતી. કુમાર કાનાણીએ કહ્યું કે તેમણે સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ ગાંધીનગર મોકલી દીધો છે. જ્યાત્રે માત્ર ઓડિયાના માધ્યમથી જાણકારી પહોંચાડવામાં આવી હતી તો લોકોને મારા વિરૂદ્ધ ખોટી જાણકારી મળી હતી પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો તો બધુ સામે આવી ગયું છે. આ વીડિયો ગાંધીનગર મોકલવામાં આવ્યો છે અને પોલીસ કમિશ્નરે પણ કહ્યું કે જે દોષી છે તેમના વિરૂદ્દ કાર્યવાહી કરવામાં આવશે.