Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારવી પૂનમ વખતે અંબાજી મંદિરના કપાટ 12 દિવસ સુધી રહેશે બંધ

300 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારવી પૂનમ વખતે અંબાજી મંદિરના કપાટ 12 દિવસ સુધી રહેશે બંધ
, સોમવાર, 24 ઑગસ્ટ 2020 (11:09 IST)
સામાન્ય રીતે ભાદરવા મહિનાની શરૂઆત થતાં મા અંબાના ધામમાં ભક્તોની ભીડ જામે અને ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ જાય છે. પરંતુ આ વખતે કોરોનાના ગ્રહણના લીધે 300 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહેશે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે. આ નિર્ણય બાદ ગત સાંજની આરતી બાદ રાત્રે 8-30 વાગ્યે અંબાજી મંદિરના દ્વારા બંધ કરી દેવાયા. ભાદરવી પૂનમ દરમિયાન મા અંબાના દર્શન થઇ શકે તે માટે મંદિર તંત્ર દ્વારા લાઇવ દર્શનની વ્યવસ્થા કરાઇ છે.
 
દર વખતે ભાદરવી પૂનમના મેળામાં માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, મહત્વનું છે કે દર વર્ષે ભાદરવી સાતમ આઠમથી પૂનમ સુધી પગપાળા સંઘ સાથે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે પદયાત્રા સહિતના સંઘો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાંય લોકો ઉમટે નહીં અને ભીડભાડ ન થાય તે માટે આજથી પાંચ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવામાં આવશે. રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે.
 
અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. માઇભક્તો માટે ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના સાત દિવસના સમયગાળા દરમિયાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વ કલ્યાણ અર્થે મંદિર સંકુલમાં મૂકવામાં આવેલી યજ્ઞાશાળામાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞા કરાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોંગ્રેસ સહિતના નેતાઓ રાહુલને ઇચ્છે છે નવા અધ્યક્ષ તરીકે, લેટરબોમ્બમાં થયો ઘટસ્ફોટ