ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયરનાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગ્યો હતો. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ગોંડલમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ભૌતિક પોપટને વીજકરંટ લાગતા પડી ગયા હતા ત્યારે તેને બચાવવા ફાયરમેન નરશીભાઈ ભૂદાજી ઠાકોર જતા તેને પણ વીજ કરંટ લાગતા બંને દાઝી ગયા હતા. જેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૂળ બનાસકાંઠાના લાડુલા ગામના વતની નરશીભાઈ એક વર્ષ પહેલા જ ફાયર સ્ટેશનમાં કર્મચારી તરીકે જોડાયા હતા.