Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના આનંદનગરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયાં

અમદાવાદના આનંદનગરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયાં
, મંગળવાર, 25 મે 2021 (11:57 IST)
આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. હાલમાં આ દુર્ઘટનામાં 25ની આસપાસ ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં છે.
webdunia

ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે.આસપાસનાં મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે. ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Social Media Guidelines: તો શુ આવતીકાલથી ભારતમાં બંધ થઈ જશે ફેસબુક, ટ્વિટર અને ઈસ્ટાગ્રામ એકાઉંટ