Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે

Fierce fire in Rajkot's chemical factory
, શનિવાર, 23 માર્ચ 2024 (23:24 IST)
Fierce fire in Rajkot's chemical factory

રાજકોટના સ્વાતિ પાર્ક વિસ્તારમાં ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક છે કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જો કે, આ અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રાયસ કરી રહ્યો છે.

જો કે, સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટું નુકસાન થવાની શક્યતા છે.પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલી ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક ભિષણ આઘ લાગતા આસપાસના લોકો અને કારખાનેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા મનપાના ફાયર વિભાગને તરત જ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ખુદ ચીફ ફાયર ઓફિસર ખેર ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે, સ્વાતિ પાર્કની ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ જાતે ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સ્થળે કેમિકલ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હતી. જો કે, ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કરાઇ રહ્યા છે. અને હાલ મહદઅંશે આગ કાબુમાં છે. તેમજ ટૂંક સમયમાં આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવે તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં કોઇ જાનહાની તો થઈ નથી. પરંતુ લાખો રૂપિયાનું નુકાસાન થયું હોવાની શક્યતા છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્ટ-એટેકથી સુરતના કોર્પોરેટર ગેમર દેસાઈનું મોત