ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ 60 દિવસ બાદ ચૂંટણી આવી રહી હોવાનો સંકેત આપી ચુક્યાં છે. તેવામાં તમામ પક્ષો પોતપોતાના દમખમ દેખાડી રહ્યા છે. અનેક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તબક્કાવાર રીતે આયોજનો કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી સૌથી વધારે આક્રમક મોડમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી આજે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે.ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. અહીં તેમણે સૌથી મોટી જાહેરાત કરતા શિક્ષણ અંગેની જાહેરાતો કરી હતી. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરવાલ દ્વારા જણાવાયું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશેતો ગુજરાતમાં તમામ પ્રકારની સારવાર મફત કરી દેવામાં આવશે. તમામ દવાઓ મફત મળશે અને તમામ પ્રકારના ટેસ્ટ પણ મફત કરી દેવામાં આવશે. એટલે કે સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહી પડે. આ ઉપરાંત હોસ્પિટલો ગુજરાતની ખસ્તા હાલતમાં છે તેને 5 સ્ટાર બનાવવામાં આવશે. ગરીબ હોય કે અમીર દરેકની સારવાર મફત થશે. તેના માટે કોઇ રેશનકાર્ડ કે આધારકાર્ડ દેખાડવાની જરૂર નહી પડે. ફ્રી સારવાર ઉપરાંત તમામ મદદ આપવામાં આવશે.
ગુજરાતનાં દરેક શહેરોમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં પણ દરેક ગામડે એક દવાખાનુ શરૂ કરવામાં આવશે. ત્યાં પણ તમામ દવાઓ અને ટેસ્ટ મફત કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે દરેક સ્તરે મલ્ટીસ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.આ ઉપરાંત તમામ શિક્ષણ વ્યવસ્થા પણ મફત કરી દેવામાં આવશે. જ્યાં સરકારી શાળાઓમાં 5 સ્ટાર સુવિધાઓ હશે. કોઇ ખાનગી શાળામાં પણ ન હોય તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત આ શિક્ષણ વ્યવસ્થાને મજબુત કરવા માટે વધારે શિક્ષકોની જરૂર પડશે. જેથી હાલ જે વિદ્યા સહાયકો આંદોલન કરી રહ્યા છે. તેઓનો પ્રશ્ન આપોઆપ ઉકેલાઇ જશે. તમામ વિદ્યા સહાયકોને સરકારી નોકરી આપવામાં આવશે.શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે. આ શિક્ષણ વ્યવસ્થા વર્લ્ડ ક્લાસ હશે. મનીષ સિસોદિયા પાસે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી હોવાનું ગૌરવ પણ છે. આ કોઇ અહીંની નહી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે. જેના પેજ પર ચમકવા માટે કોઇ દેશા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ તરસતા હોય છે. ત્યાં મનીષ સિસોદિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.