ગુજરાતમાં કોરોનાના વેક્સિનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રનની શરૂઆત કરી દેવામાં આવી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજ અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી દેવામાં આવશે. આપણે ત્યાં પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં હાલમા વેક્સિન ટ્રાયલનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રસીકરણની મોકડ્રીલ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે. વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર છે. પત્રકારોએ કરેલા કિંમત વિશેના સવાલનો જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું હતું કે સરકારે હાલમાં કોઈ કિંમત નક્કિ નથી કરી, હું વિશ્વાસ આપવા માંગું છું કે ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતના નાગરીકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી. વેક્સિન આપવાની વાત છે ત્યારે જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરવાની જ છે. ગુજરાતની સૌથી મોટી હોસ્પીટલમાં હવે સ્કિન બેક બનવા જી રહી છે.જે માટે આજે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. જે માટે આગામી દિવસોમાં આ સ્કિન બેકમાં અદ્યતન સાધનો અને સ્ટાફ દ્વારા સ્કિન બેકને લઈને કામગીરી કરવામાં આવશે.આ સ્કિન બેક સાથે રોટ્રી કલબ જોડાયેલી છે .
રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય જગ્યાએ દાઝેલા લોકોના અનેક બનાવો બનતા હોય છે જે આ માટે દર્દીઓને સારવાર દરમીયાન અનેક વખત સ્કિનની જરૂરિયાત હોય છે.જે માટે અગાઉ અન્ય રાજ્યો અને અને મોટા શહેરમાંથી મદદ મગીને સ્કિન લેવામાં આવતી હતી. હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકાર અને રોટ્રી કલબ દ્વારા સ્કિન બેક શરૂ થતાં આવનારા દિવસોમાં હવે અમદાવાદમાં જ સ્કિન મળશે.જે માટે અદયત્ન લેબ અને સ્કિન સ્ટૉરેજની વ્યવસ્થા કરવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું હતું કે કોરોના પાછળ રાજ્ય સરકારની તીજોરીમાંથી અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયાં છે. તે ઉપરાંત હજીયે ચુકવણાં તો ચાલુ જ છે. એટલે સરકારે રાજ્યની જનતાને ખર્ચ ભોગવવા દીધો જ નથી. તેમણે કહ્યું હતું કે પોતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જ નહોતો પરંતુ વડાપ્રધાન જ્યારે બીજી વખત કચ્છની મુલાકાતે આવ્યાં ત્યારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નીતિન પટેલે કોરોનાકાળમાં કામગીરી કરનારા હેલ્થ વર્કરને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે એવું પણ કહ્યું હતું કે આતો હજી અધવચ્ચેના અભિનંદન છે. કોરોના જશે ત્યારે આવો અભિનંદન કાર્યક્રમ નહીં કરીએ. બધા જોતા જ રહી જશે તેવો કાર્યક્રમ કરીશું.