રાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સુરતમાં આજે કોરોનાકાળની મોટી કરૂણાંતિકા સામે આવી છે. સુરતમાં એક વર્ષની બાળકીનું કરૂણ મોત થયુ છે. જેમાં હવે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતકી સાબિત થઈ રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે અને પ્રતિદિન સરેરાશ 20 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા એક લાખ કરતા પણ વધારે થઈ ગઈ છે. અગાઉ ડૉકટરો અને તજજ્ઞો એવો ડર વ્યક્ત કરી રહ્યા હતા કે, કોરોનાની ત્રીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ શકે છે.
થાડા દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 6 બાળકોને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક બાળકને ઓક્સિજનની પણ જરૂરી હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ચોંકાવનારી બાબત એ છે કે, જે બાળકો કોરોનાનાં કારણે હોસ્પિટલમાં છે તેમના માતા પિતામાં મોટાભાગે વેક્સિન લીધી ન હતી. હવે ડોકટર આજીજી કરી રહ્યા છે કે, બાળકોને કોરોનાથી બચાવવા હશે તો તેમના વાલીઓએ વેક્સિન લેવી પડશે.
અત્યાર સુધી સામાન્ય લક્ષણો વાળા ગણાતા કોરોનાએ તમામ પરિવારની ચિંતા વધારી દીધી છે. કારણ કે હવે ઘરમાં મોટા નહિ પણ નાના બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે એટલું જ નહીં બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં રોજ રોજ વધી રહેલા કોરોના કેસના કારણે હવે હોસ્પિટલ પણ ફૂલ થવા લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પર એવા દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે જે લોકોએ બહાદુરી ભર્યા નિર્ણય કરીને વેક્સિન લીધી ન હતી તે બધા હાલ ઓક્સિજન સપોર્ટ પર છે. સિવિલ હોસ્પિટલમાં જ સતત વધી રહેલા કોરોના કેસ માં વધારો થઈ રહ્યો છે અને એવા દર્દીઓ જે વેક્સિન લીધી નથી તેઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે
પહેલી લહેરમાં 45 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. બીજી લહેરમાં 18 વર્ષથી લઈ 45 વર્ષ સુધીના લોકો વધારે પ્રમાણે કોરોના સંક્રમિત થયા હતા અને તજજ્ઞોની ભીતિ વ્યક્ત કરી હતી કે, જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો બાળકો પર કોરોનાનું સંક્રમણ વધશે. હવે ક્યાંકને ક્યાંક આ વાત સાચી થઈ રહી છે. રાજ્યની શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. બાળકો કોરોના સંક્રમિત થતાં હોવાના કારણે હાલ સામાન્ય લક્ષણોવાળા કોરોના એ પણ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
આ બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ કહ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 6 બાળકો એક જ દિવસમાં દાખલ કરવા પડ્યા છે. આ બાળકોમાં 37 દિવસના બાળકથી લઈને 12 વર્ષના બાળક સુધીનો સમાવેશ થાય છે. જે બાળકો સંક્રમિત થયા છે તેમાંથી મોટાભાગના બાળકોના માતા-પિતાએ વેક્સીન નથી લીધી એટલે હવે દરેક માતા-પિતાએ તેમના બાળકને બચાવવા કોરોનાની વેક્સીન લેવી જોઈએ