Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં કોરોના ઘૂસ્યો, 13 લોકોને લીધા ચપેટમાં

અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં કોરોના ઘૂસ્યો, 13 લોકોને લીધા ચપેટમાં
, બુધવાર, 6 મે 2020 (15:22 IST)
ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. સતત દિવસેને દિવસે આંકડો વધતો જાય જે ખતરાની ઘંટી સમાન છે. અમદાવાદ શહેરને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે. ત્યારે હાલમાં કોરોનાનો કહેર ફરી એક વખત સાબરમતી જેલ પર જોવા મળ્યો છે. જેમાં સાબરમતી જેલમાં વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે જેમાં જેલ સિપાઈ, કેદી સિપાઈનો સમાવેશ થાય છે. આ સાથે સાબરમતી જેલમાં કોરોના પોઝિટિવના 13 કેસ થતાં દોડધામમ મચી ગઈ છે. પાકા કામના 5 અને કાચા કામના 5 કેદી કોરોના સંક્રમિત નીકળ્યા છે. પેરોલ પરથી આવેલા કેદીએ સંક્રમણ ફેલાવ્યું છે.
 
રાજયમાં કોરોના વાઇરસને લઇને સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.  ગુજરાતમાં મંગળવારે 441 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 49 લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયા છે. જોકે 186 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6245 કેસ નોંધાયા છે. 
 
ગઇકાલે અમદાવાદ 349, વડોદરા 20, સુરત 17, રાજકોટ 1, ભાવનગર 2, ગાંધીનગર 2, પાટણ 2, પાંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 1, બોટાદ 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4 અને જુનાગઢ 2 કેસ નોંધાયા છે. 
 
રાજ્ય સરકારે કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધતા વધુ ચાર ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે માન્યતા આપી દીધી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી હોસ્પિટલોમાં નીચેની ચાર હોસ્પિટલોને માન્યતા મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના 1 કરોડ 56 લાખ નાગરિકએ આયુર્વેદિક ઉકાળા થકી રોગપ્રતિકારક શક્તિમાં કર્યો વધારો