ભારતમાં કોરોનાને લીધે થયેલા મૃત્યનો આંકડો 4 લાખને પાર થઈ ગયો છે. અને કૂલ કેસની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે. ભારત અને ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર દેશમાં સૌથી વધારે, મહારાષ્ટ્રમાં 1.25 લાખ લોકો મૃત્યુ પામ્યાં જ્યારે ગુજરાતમાં ગુજરાતમાં કુલ 10 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો કુલ 46 હજાર કેસ નોંધાયા છે. જેમાં કેરળ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં દરરોજ 10 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
કેરળ, અરુણાચલ, ઓડિશા, ત્રિપુરા, છત્તીસગઢ અને મણિપુરમાં કેસોનું પ્રમાણ વધ્યું છે આથી ત્યાં કેન્દ્રની ટીમો મોકલવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 84 કેસ નોંધાયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યાં છે. આમાંથી બે મૃત્યુ અમદાવાદ શહેર તથા જિલ્લામાં થયાં જ્યારે એક મૃત્યુ સુરત શહેરમાં નોંધાયું છે.
સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની લીધે કુલ 853 લોકો મૃત્યુ પામ્યાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી કુલ 35 હજાર અને તામિલનાડુમાં કુલ 32 હજાર લોકો મૃત્યુ પામ્યાં છે.
ગુજરાતમાં રસીકરણની વાત લઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2 લાખથી 84 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા થયો છે.