Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપલેટામાં બે જૂથ વચ્ચે અથડામણ, અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ

ઉપલેટામાં બે જૂથ વચ્ચે અથડામણ, અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ
, શનિવાર, 15 એપ્રિલ 2023 (13:53 IST)
ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે વહેલી સવારના જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ થતાં નાસભાગ મચી ગઈ હતી. અંધાધૂંધ ફાયરિંગને કારણે દુકાનોનાં શટરો ટપોટપ પડવા લાગ્યાં હતાં. ગેંગવોરની આ ઘટનામાં 3 વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે, પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ અંગે મળતી વિગત મુજબ, આજે વહેલી સવારના ઉપલેટામાં પંચહાટડી ચોક વિસ્તારમાં બે ગેંગ સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસતાં આડેધડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. આ અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જ્યારે અન્ય બે વ્યક્તિને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.જૂની અદાવતને કારણે બોલાચાલી બાદ અંધાધૂંધ ગોળીબાર થતાં જાવેદ સંઘવાણી મેમણ, અહમદ અલી સમા અને ઈરફાન લંબાને ગોળી વાગતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


આ બનાવની જાણ થતાં પીઆઈ કે.કે. જાડેજા પોલીસકાફલા સાથે પંચહાટડી ચોકમાં દોડી ગયા હતા અને પરિસ્થિતિ બગડે નહીં અને ખોટી અફવાઓ ફેલાય નહીં એ બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બજારો બંધ કરાવી દીધા હતા. પોલીસે ઇજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરી છે.ગેંગવોરની આ ઘટનામાં 8 જેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે. ફાયરિંગ કરનારા પાસે બે હથિયાર હતાં. ઘાયલ થયેલી વ્યક્તિને ફાયરિંગ કરનારનું નામ પૂછતાં તેમણે ચાર શખસનાં નામ આપ્યા હતા, જોકે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી. આ ઘટનામાં વધુ નામ ઉમેરાઇ શકે છે. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા પર હુમલો, સ્મોક બૉમ્બ જેવી વસ્તુ ફેંકાઈ