Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાં

દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાં
, સોમવાર, 12 નવેમ્બર 2018 (13:10 IST)
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર નડિયાદની વિધવા પર દુષ્કર્મ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેઇલ કરાયાનો આરોપ લાગ્યા પછી દિલ્હી પોલીસ તેને પકડવા અમદાવાદ પહોંચી હતી.અમદાવાદના તેમના નિવાસસ્થાને તેઓ મળી આવ્યા નહોતા. આથી હવે દિલ્હી પોલીસ તેને શોધવા ભુજ આવે તેવી શક્યતા બળવત્તર બની છે. જો કે,ભુજના હરિપર રોડ પર આવેલો તેમનો બંગલો દિવાળી પહેલાથી બંધ હાલતમાં છે. ભુજના નિવાસસ્થાનને પણ તાળાં મારીને અબડાસાના આ પૂર્વ ધારાસભ્ય ફરાર થઇ જતા રાજકારણ ગરમાયુ છે.નડિયાદની એક વિધવા મહિલા દ્વારા અબડાસાના પૂર્વ ધાસભ્ય છબીલ પટેલ પર દુષ્કર્મનો આરોપ મુકીને દિલ્હીના દ્વારકા (પૂર્વ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જણાવાયુ હતુ કે, દુષ્કર્મ કરવા ઉપરાંત છબીલ પટેલે તેને બ્લેકમેઇલ કરી ધમકી પણ આપી હતી. દુષ્કર્મની ફરિયાદ પછી છબીલ પટેલે સ્વાભાવિક રીતે જ આ ફરિયાદને ખોટી ગણાવીને પોતાની સામેનું રાજકીય ષડયંત્ર ગણાવ્યુ હતુ. અલબત્ત, ફરિયાદ ખોટી હોવાનુ કહીને પોલીસ તપાસની માંગ કરનારા આ ભાજપી નેતા પોતે જ હવે પોલીસ તપાસથી ભાગી રહ્યા હોય એવુ ચિત્ર ઉપસ્યુ છે. કારણ કે, દુષ્કર્મની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ પોતાની તપાસના ભાગરુપે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી સ્થિત તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે છબીલ પટેલ ત્યાં મળી આવ્યા નહોતા. પરિણામે હવે દિલ્હી પોલીસ છબીલ પટેલનો છેડો શોધવા ભુજ આવે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જો કે, ભુજમાં હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં આવેલો છબીલ પટેલનો બંગલો તો દિવાળી પહેલાથી જ બંધ છે. દુષ્કર્મના આરોપનો સામનો કરવાના બદલે છબીલ પટેલ ફરાર થઇ જતા કચ્છનું રાજકીય વાતાવરણ ઓર ગરમાયુ છે. રાજકારણમાં ભેદી ચૂપકીદી ભુજના હરિપર રોડ પર આવેલા તેમનો બંગલો દિવાળી પહેલાથી બંધ હાલતમાં છે કચ્છ ભાજપનું આંતરિક વાતાવરણ ડામાડોળ છે. છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ નિર્માણ પામી હોવા છતા મોવડીમંડળ અકળ કારણોસર ચૂપ છે અને તેના લીધે રાજકીય આગેવાનોના અસલી ચહેરા પણ સામે આવી રહ્યા છે. નલિયાકાંડ પછી આ સ્થિતિ વધુ વણસી છે અને જનતા નિર્લેપભાવે આ ભવાઇ જોઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના નવા નામકરણ અંગે સરકાર અને આદીવાસી સંગઠનો સામસામે