Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગાંધીનગરમાં વિરોધ કરતાં ઉમેદવારોએ વરસાદી માહોલમાં રાત વિતાવી, સવાર પડતાં જ પોલીસ આવી

Candidates protest in Gandhinagar
ગાંધીનગર , મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (13:34 IST)
Candidates protest in Gandhinagar

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોએ આખી રાત વરસાદી માહોલમાં વિતાવી હતી.

આજે સવાર પડતાં જ પોલીસ પહોંચી હતી અને તેમની અટકાયત કરી હતી.અંદાજિત 100થી વધુ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે.આ સમગ્ર મામલે આપના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી સવારે સૂતેલા વિદ્યાર્થીઓની અટક કરવાની ઘટનાને પીઠ પાછળ ઘા સમાન ગણાવી હતી. CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ PDF જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.
webdunia
Candidates protest in Gandhinagar

આ ઉમેદવારોને રામકથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસ કાર્યવાહી કરી ન હતી. ઉમેદવારોએ આખી રાત વરસાદી વાતાવરણમાં વિતાવી હતી.આજ સવાર પડતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.રામકથા મેદાન અને ઘ-4 ગાર્ડનથી આંદોલનકારીઓને ડિટેઇન કરવાનું શરૂ કરી દીધું હતું. ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાંગ્લાદેશમાં લોકો શેખ હસીનાની ચોરાયેલી બ્રા સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા.