ભાજપમાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ સતત ભાજપ નું માળખું મજબૂત બનવવાના પ્રયાસો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર યાત્રાની તૈયારીઓ શરૂ કરી છે અને તેઓ મોદીજી સ્ટાઇલમાં નવો ચીલો ચાતરશે. આ યાત્રા 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના પ્રચારરૂપે જોવાય રહી છે. ગુજરાતના ભાજપ પ્રમુખ સી આર પાટીલ બુધવારથી સૌરાષ્ટ્રની યાત્રા શરૂ કરી રહ્યા છે અને સૌ સોમનાથદાદા ના દર્શન કરીને ચાર દિવસ સુધીની આ યાત્રામાં ભાજપના વર્તમાન નેતા-કાર્યકર્તાઓ અને જૂના જોગીઓ સાથે મુલાકાત કરનાર છે અને ધાર્મિક સ્થળોને પણ આવરી લેવામાં આવનાર છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં સી આર પાટીલ ના આગમન ને લઈ ભવ્ય સ્વાગત અને અભિવાદન કાર્યક્રમો પણ યોજાવા જઇ રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે આ પ્રકારની યાત્રાઓ યોજતા હતા અદ્દલ તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. ત્યારે સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલ ઈજાગ્રસ્ત થયા હતા. સીઆર પાટીલના સ્વાગતમાં ફોડવામાં આવેલ ફટાકડો તેમની આંખમાં પડ્યો હતો.
ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ફટાકડા કણાના કારણે આંખ ઇજાગ્રસ્ત થઇ છે. તેમના સ્વાગત કાર્યક્રમમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાનો કણો તેમની આંખમાં ગયો હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખને આંખના સર્જન પાસે સારવાર અર્થે લઈ જવાયા હતા. તેમના અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો.
આમ સીઆર પાટીલ ના આગમન બાદ ગુજરાત ભાજપ માં સંગઠન માં સુધારા વધારા અને ઔપચારિકતા માટે સતત ભાજપ પ્રમુખ એક્ટિવ મૂડ માં જોવા મળી રહ્યા છે.