Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ કહ્યું, દાણીલીમડાની અફવા છે હું ઈડરથી જ દાવેદારી કરવાનો છું

hitu kanodiya
, શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (09:41 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો દ્વારા 29 ઑક્ટોબર સુધી વિધાનસભા વાઇઝ પ્રવાસ કરવામાં આવશે અને દાવેદારોને મળશે. આ દરમિયાન ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સમાચાર વહેતા થયા હતા.

આ અંગે તેમણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે હિતુ કનોડિયા પોતાની ઇડર બેઠકના બદલે તે દાણીલીમડા બેઠક પર ચૂંટણી લડવા જશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ બાબતે વોટ્સએપ ગ્રુપમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, દાણીલીમડા કે બીજી કોઈ પણ બેઠક માટે દાવેદારી કરી નથી હું આવતી કાલે 28- ઇડર વિધાનસભા માટે દાવેદારી કરવાનો છું.29 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડશે? અમિત શાહ સાથે કરી મુલાકાત