ભાવનગર તોડ કાંડ હાલ મોટો ખુલાસો થઇ રહ્યો છે. મીટીંગના પુરાવા ન મળે તે માટે યુવરાજસિંહના સાળા શિવુભાએ સીસીટીવીનું ડી.વી.આર બદલ્યું હતું. પોલીસ તપાસ માં ડી.વી.આર બદલ્યા ની વિગત સામે આવી છે. શિવુભાના મિત્ર પાસેથી પોલીસે વધુ 21 લાખ રીકવર કર્યા છે. આ પુરાવાના આધારે હવે યુવરાજસિંહ જાડેજા તોડ કાંડમાં યુવરાજ સિંહ જાડેજા ની મુશ્કેલીઓ વધી શકે છે.
યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે ડિવિઝન પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. શિવુભા ગોહિલે કહ્યું હતું કે, આ રાજકીય ષડયંત્ર છે. પૈસાની કોઇ લેતીદેતી થઇ નથી. યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાવનગર તોડકાંડમાં આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના રિમાન્ડ મંજૂર કરાયા છે. બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીઓની પુછપરછમાં પોલીસને કેટલીક કડીઓ મળી છે. જેમાં યુવરાજસિંહે તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ વીડિયોના આધારે જ પી.કે સહિતનાને દબાવવામાં આવ્યા હોવાની પણ વાતો સામે આવી રહી છે.ત્યારે હજુ એક મુખ્ય સૂત્રધારને પકડવાનો બાકી છે. તે પકડાયા બાદ તેની પાસેથી તોડ કર્યો કે કેમ તે પણ પોલીસ પૂછપરછ કરશે. આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ પછી પણ ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે.