Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં એક દિવસમાં સૌથી વધુ 10 માઇક્રો-કન્ટેન્ટમેન્ટ ઝોન

અમદાવાદમાં એક દિવસમાં સૌથી વધુ 10 માઇક્રો-કન્ટેન્ટમેન્ટ ઝોન
, રવિવાર, 2 જાન્યુઆરી 2022 (10:45 IST)
અમદાવાદ મહાનગરપાલિકાએ ગુરુવારે 10 નવા માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. નવેમ્બરમાં માઇક્રો-કન્ટેનમેન્ટની પ્રથા ફરી અમલી બનાવાઈ, ત્યારથી અત્યાર સુધીમાં એક દિવસમાં જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોનની આ સૌથી મોટી સંખ્યા છે.
 
નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર, જોધપુર, મકરબા, પ્રેરણાતીર્થ, સોલા, નવરંગપુરા, નારણપુરા અને ચાંદખેડાનાં 164 ઘરોને આવરી લેવામાં આવ્યાં છે.
 
સાયન્સ સિટી વિસ્તારમાં 75 મકાનો અને મકરબામાં 28 મકાનોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યાં છે.
 
અમદાવાદ મહાનગરપાલિકાએ ઇમારતોને માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની પ્રથા ગત વર્ષના મે મહિનામાં બંધ કરી હતી, પરંતુ અમદાવાદમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં વધારાના પગલે નવેમ્બરમાં ફરી શરૂ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા