Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સના નિયમોમાં વધુ છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ.
, સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (22:25 IST)
રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 28 ફેબ્રુઆરીએ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે રાજ્યના ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે.
 
કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે 
 
બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. 
સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી
 
ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી નિમીષાબહેન સહિત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 
આ નિયંત્રણો અને છૂટછાટ અંગે ગૃહ વિભાગનું તેમજ સામાન્ય વહિવટ વિભાગનું જાહેરનામું  સામેલ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Russia Ukraine War: વ્લાદિમીર પુતિનની વિરોધીઓ પર મોટી કાર્યવાહી, રૂસે 35 દેશો માટે પોતાનુ એયર સ્પેસ કર્યુ બંધ