સુરતના વરાછા વિસ્તારના કપોદ્રાના કિરણ પાર્કમાં મયુર વિનુભાઈ બલર નામનો યુવક રહે છે. ચાર વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. મયુર લેસપટ્ટીના કારખાનામાં તેમજ ટ્રાવેલ્સ બુકિંગ એમ બે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મયુરના મિત્રના લગ્ન હોવાથી ભાવનગર ગયો હતો. ભાવનગરના તળાજાના ઉંધેલી ગામે લગ્નના વરઘોડામાં નાચતા સમયે મયુર અચાનક બેભાન થઈ ગયો હતો.
મયુરને બેભાન થયેલો જોઈને તરત જ તેના મિત્રો અને અન્ય લોકો તેને તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.
મયુરને એક ભાઈ અને ત્રણ બહેનો છે. તો બીજી તરફ, મયુરના પિતાને શ્વાસની બીમારી હોવાથી નિવૃત જીવન વ્યતિત કરે છે. મયુર પરિવારનો એકમાત્ર આધાર હતો. જે કુદરતે છીનવી લીધો છે.