Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં પહેલીવાર WWE જેવી ફાઇટ, વિવિધ રાજ્યોના રેસલર્સ જોવા મળશે

wwe fight
, ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:32 IST)
wwe fight
અમદાવાદમાં WWEની ફાઈટ યોજાવા જઈ રહી છે. જેનું આયોજન SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આવેલા આર. એમ. ફામની અંદર યોજાશે. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફાઈટનું આયોજન કરાયું છે.

અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેસલિંગ ફાઈટમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતનાં રાજ્યોમાંથી લગભગ 25 જેટલા રેસલર્સ ભાગ લેશે.આ ટૂર્નામેન્ટમાં ભારતના WWEના ખેલાડી કે વિદેશના ખેલાડીઓ જોવા મળશે કે કેમ એ અંગે આયોજકોએ કહ્યું હતું કે, ભારતમાં અત્યારસુધીમાં ધ ગ્રેટ ખલી, જિંદ મહાલ, શેરા સહિતના ઘણા બધા ખેલાડીઓ છે, જે હાલમાં WWEમાં ફાઈટ કરી રહ્યાં છે, હાલમાં તેઓ અમેરિકામાં વ્યસ્ત હોવાના કારણે અમે તેમને અહીં બોલાવી નથી શકવાના, પણ આ ટૂર્નામેન્ટમાં મારો નાનો ભાઈ રવિ પ્રજાપતિ સહિતના ખેલાડીઓ આવીને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાના છે.જે રીતે WWEમાં બેલ્ટ આપવામાં આવે છે, એ જ રીતે આ ટૂર્નામેન્ટમાં પણ બેલ્ટ આપવામાં આવશે, અંદાજે 7 કરતાં વધુ ફાઈટ યોજાશે, જેમાં સિંગલ, ટેગ, રોયલ રંબલ સહિતના ફોર્મેટની અંદર ફાઈટનું આયોજન કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સ્પોર્ટ્સ ઓથોરિટીના નીનામાં સર, રાજદીપભાઈ રીબડા સહિત ઘણા લોકોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે