Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગટરમાંથી જીવિત નવજાત શિશુ મળ્યું

ગટરમાંથી જીવિત નવજાત શિશુ મળ્યું
, ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:20 IST)
હાલોલ ખાતે જીઆઈડીસીમાં આવેલ પનોરમા ચોકડી નજીકથી પસાર થતી એક ખુલ્લી ગટર લાઈનના ઝાડી ઝાંખરવાળા વિસ્તારમાંથી બુધવારે સવારના તાજુ જન્મેલ નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં રડતું કકળતું પુરુષ જાતિનું બાળક પનોરમા ચોકડી ખાતે રહેતા સુરજભાઈ રતનભાઇ ભરવાડ ને નજરે પડ્યું હતું. નવજાત શિશુ ત્યજી દીધેલ હાલતમાં જોવા મળતા સુરજભાઈએ તાત્કાલિક 108 પર તેમજ 100 નંબર પર ફોન કરતા 108 એમ્બ્યુલન્સની ટીમ સહિત હાલોલ રૂરલ પોલીસ પનોરમા ચોકડી ખાતે દોડી આવી હતી. જ્યાં ધૂલ કા ફૂલને ઝાડીઓમાંથી ઉઠાવી 108ની ટીમે તેને એમ્બ્યુલન્સ ખાતે તાત્કાલિક સારવાર આપી હતી. વધુ સારવાર અને સાચવણી માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયું હતું.

બનાવ અંગેની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવેલ હાલોલ રૂરલ પોલીસે તાજા જન્મેલા નવજાત શિશુને તરછોડી દઇ ત્યજી દેનાર નવજાત શિશુની માતા સહિત ઝાડીમાં ફેંકી જનાર ઈસમની સામે સુરજભાઈ રતનભાઈ ભરવાડની ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે પનોરમા ચોકડી ખાતે ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યાની ઘટનાની જાણ થતા આસપાસથી લોકો આ બાળકને જોવા દોડી આવ્યા હતા.નવજાત શિશુને ત્યજી દેનારી તેની જનેતાએ મજબૂરીવશ કે પાપ છુપાવવા કયા સંજોગોમાં આવો કઠોર નિર્ણય લઇ તાજા જન્મેલાં માસૂમ નવજાત શિશુ પુરુષ જાતિના બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. નવજાત શિશુને ઝાડીમાં ફેંકી દેવાની ઘટનાને વખોડી નિષ્ઠુર માતા સહિત નવજાત શિશુને ફેંકી જનાર ઇસમ સામે ફિટકારની લાગણી વરસાવતા નજરે પડ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

JEE Mains પરીક્ષાની તારીખો બદલાઇ,