ગુજરાતના પંચમાહલમાં એક કાર નાળામાં ખાબકી ગઈ છે. જેમા સવાર એક જ પરિવારના 7 બાળકોનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા. જેમની સારવાર ચાલી રહી છે. આ વાતની માહિતી પંચમાહાલના પોલીસ અધિકારી એબી દેવઘાએ આપી છે. ઘટના ગઈકાલ રાતની છે. મળતી માહિતી મુજબ હલોલ-બોદિલી રોડ પાસે મોડ પર કારનુ પાછલુ ટાયર નીકળી ગયુ જેનાથી કાર અનિયંત્રિત થઈ ગઈ અને રસ્તા કિનાર નાળામાં પડી ગઈ. જેમા પાણી ભરેલુ હતુ.
બોડેલીમાં આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા પણ બાકી 7 લોકોના જીવ બચી શક્યા નહી. બધા મૃતક બોડેલીના રહેનારા એક જ પરિવારના આ હતા. આ બધા હાલોલથી પોતાના સંબંધીઓને ત્યાથી આવી રહ્યા હતા. હાલ તમામ ઘયાલોનો જાંબુઘોડામાં સારવાર ચાલી રહી છે. તમામ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસ પણ અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.
એવુ કહેવાય છે કે આગા-લખનૌ એક્સપ્રેસ પર માટી ઘસડી પડવાથી કાર અચાનક નાળામાં જઈ પડી. મૃતકોમાં મોહમ્મદ બિલાલ (17) મોહમ્મદ રાઉફ (14), મોહમ્મદ સાજિદ (13), ગુલ અફરોઝ (13), મોહમ્મદ તામિર અને મોહમ્મદ યુસૂફ (7) છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઈન્ડિકા ગાડીનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી હતી. નાળામાં પાણી હોવાને કારણે એક જ પરિવારના પાંચ દિકરા અને બે દિકરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી.