Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

૬૫ વર્ષિય વૃધ્ધાને નવજીવન બક્ષ્યું, પેટમાંથી નિકળી પ.૬૦૦ કિ.ગ્રા.ની ગાંઠ

૬૫ વર્ષિય વૃધ્ધાને નવજીવન બક્ષ્યું, પેટમાંથી નિકળી પ.૬૦૦ કિ.ગ્રા.ની ગાંઠ
, રવિવાર, 26 ડિસેમ્બર 2021 (10:58 IST)
સ્વાસ્થ્ય અને કલ્યાવકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાત રાજયનો આરોગ્યઆ અને પરિવાર કલ્યાનણ વિભાગ સતત રાત-દિવસ પ્રયત્નથશીલ રહેતો હોય છે. આરોગ્યર અને પરિવાર કલ્યાતણની આરોગ્ય‍લક્ષી સેવાઓ છેવાડાના નાગરિકોને પૂરતી સારવાર અને સહાય પહોંચાડવાની સાથે અનેક નાગરિકોના જીવ બચાવવામાં સરકારી હોસ્પિટલની સેવા-સુવિધાઓ અને તબીબોની જહેમત આજે આશીર્વાદરૂપ બની રહે છે. આવો જ કંઇક કિસ્સો મહીસાગર જિલ્લાના મુખ્યી મથક લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિ.ટલમાં સારવાર અર્થે આવેલ સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય વૃધ્ધડ મહિલા દર્દી બેનીબેન કાનજીભાઇ ભાભોર સાથે.
 
આ મહિલા દર્દી બેનીબેન પોતાનો પેટમાં દુ:ખાવો થતો હોવાથી બતાવવા માટે લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિદટલ ખાતે આવ્યાટ હતા. જયાં તેઓની તપાસ કરવામાં આવતાં પ્રાથમિક તપાસમાં તેમના પેટમાં ગાંઠ હોવાનું જણાઇ આવેલ હતું. દર્દી બેનીબેન ભાભોરના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં તેણીની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. 
 
દર્દી બેનીબેન ભાભોરને આ બાબતે સમજ આપવામાં આવતાં તેણી સર્જરી માટે તૈયાર થતાં લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિરટલમાં દાખલ થતાં આ સર્જરી પડકારરૂપ હોવા છતાં જનરલ હોસ્પિણટલના અધિક્ષક  ડૉ. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉકટર ડૉ. આરતીબા જાડેજા, શ્વેતા પટેલ, અમીત ટેઇલર તેમજ એનેસ્થેજસિયા ડૉ. ભાવિન, ડૉ. ચિરાગ ડામોર અને સ્ટારફ નર્સ શર્મિલાબેન, કલ્પષનાબેન અને વિનુબેન સહિતથી ટીમ આ પડકારજનક ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી કરી મહિલા દર્દીના પેટમાંથી  પાંચ (૫) કિલો ૬૦૦ ગ્રામની ગાંઠ બહાર કાઢીને ૬૫ વર્ષિય વૃધ્ધાને નવજીવન બક્ષ્યું  હતું. 
 
મહીસાગર જિલ્લાીના લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિવટલના તબીબો દ્વારા આપવામાં આવી રહેલ નિષ્ઠારપૂર્વકની સેવાઓ અને અનેક પડકારજનક તબીબી સર્જરીઓ કરવામાં આવી રહેલ હોઇ આજે લુણાવાડાની જનરલ હોસ્પિ્ટલ બિમાર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને દેવદૂત સમાન  બની રહી છે.
 
સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય મહિલા બેનીબેન કાનજીભાઇ ભાભોરની સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરવા બદલ અને સરકારી હોસ્પિબટલમાં આપવામાં આવી રહેલ સેવા-સુવિધાઓ તેમજ ડૉકટરોની ટીમની જહેમતને વૃધ્ધ  મહિલા દર્દીના પુત્ર રમણભાઇ ભાભોરે બિરદાવી પોતાની માતાને નવજીવન આપવા બદલ સરકારી સેવાઓ-સુવિધાઓ પ્રતિ આભારની લાગણી વ્ય કત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

58 સૂચકોના ઇન્ડેક્સમાં કમ્પોઝિટ રૅન્કિંગમાં ગુજરાત ટોચ પર છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગોવાનો ક્રમ