કચ્છની કુખ્યાત દરિયાઈ સરહદ કેફી દ્રવ્યોનું ટ્રાન્ઝિટ પોઇન્ટ જાણે બની રહી છે સરહદી કચ્છની દરિયાઇ સીમા પર અવારનવાર ઘુસણખોરીના દાખલાઓ મોજુદ છે એની વચ્ચે કરોડો રૂપિયાનું ડ્રગ્સના બિનવારસુ પેકેટ મળ્યા છે પછી તે કોટેશ્વર પાસેની ક્રીક હોય એ જખૌ દરિયાઈ જેટી કે શેખરણ પીર ટાપુ આમ અલગ અલગ એજન્સીઓને આ કેફી દ્રવ્ય મળ્યું આવ્યું છે. નૌકાદળ, બીએસએફ એસ ઓ જી, મરીન પોલીસ સહિતની આ એજન્સીઓની વચ્ચે કુલ 850 પેકેટ ડ્રગ્સના મળ્યા છે.
ગુજરાતની ૩૦,૦૦૦થી માછીમારો ની બોટો અને એટલા જ અગરિયાઓ દરિયાઇ વિસ્તારમાં બહુ મોટો ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ખૂબ જ જરૂરી બનાવ્યું છે.
કચ્છની દરિયાઇ સીમા પર ખૂબ ચોકસાઈથી ધ્યાન રાખવું જરૂરી બન્યું છે પાકિસ્તાન દ્વારા શ્રીલંકાનો રૂટ બંધ થતા નાર્કોટેસ્ટ માટે દરિયાઈ વિસ્તારના route gulf of aden અને ગુજરાતની દરિયાઈ સીમા નો ઉપયોગ શરૂ થયો હિરોઈન ચરસ વગેરે નીકળતો હોવાની સંભાવના રહેલી છે.
દરિયાઈ સુરક્ષા એ સૌથી મહત્વનો વિષય છે અખંડ ભારત પોલીસ મિત્ર અભિયાન દ્વારા માછીમારો ને પોલીસ મિત્ર તરીકે લીધેલા છે અને સોર્સ ઉભા થયેલા જેને લઇને પોલીસને અને સરહદી સીમા સુરક્ષા એજન્સીઓને રજેરજની માહિતી મળતી થઇ જેના પરિણામે આટલા મોટા જથ્થામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
બાતમીના આધારે માહિતી મળેલ કે કોઈ બોટ દ્વારા ચરસ આવવાનું હતું પરંતુ સતત જાગૃતતાના કારણે સતત આના કારણે આ લોકો લેન્ડિંગ કોઈ ના કરી શક્યા અને માલ દરિયામાં ઠાલવ્યો હોય એવી સંભાવના છે. પોલીસની સાથે સાથે બીએસએફ કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓ પણ આમાં જોડાયેલી છે.
12 કરોડ 70 લાખની કિંમતનો 850 જેટલા ચરસ ના પેકેટ મળી આવ્યા છે. અત્યારે જે જગ્યા ઉપર ચરસ મળ્યું છે એની jio મેપિંગ પણ ચાલુ છે. કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં ચરસ મળ્યું છે. એની સંખ્યા સહિતનું બધું જ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. કઈ દિશામાંથી માલ આવ્યો તેવા પ્રકારનું વહેણ હતું અને કઈ કઈ જગ્યાએથી આપવામાં આવ્યું હોય એનું એક એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે.
લોકલ સ્લીપર તરીકે કોઈ સંત હતા કે કેમ આ અંગે પણ તપાસ ચાલુ છે. આ ચરસના પેકેટને ઉપર જે ગોરી હતી એ પાકિસ્તાનના સિમ્બોલ વાળી હોવાથી આ માલ પાકિસ્તાનથી આવ્યો હોય એવું લાગે છે. પાકિસ્તાનના કયા બંદર ઉપર થી માલ રવાના થયો છે એની પણ દ્વારા તપાસ ચાલુ છે અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે તપાસ ચાલુ છે. હજુ પણ કદાચ માલ મળી આવે એવી સંભાવના રહેલી છે આ કરોડોનો માલ બે-ચાર મહિના અગાઉ આવેલું હોય તેવી સંભાવના છે.