Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને, 45 પાકિસ્તાની હિન્દુઓ મોરબી પહોંચ્યા

હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને, 45 પાકિસ્તાની હિન્દુઓ મોરબી પહોંચ્યા
, બુધવાર, 23 ઑગસ્ટ 2023 (11:42 IST)
મોરબીમાં 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો આવી પહોંચતા વહિવટી, ટુરીસ્ટ વિઝા પર હરિદ્વાર આવેલા પાકિસ્તાની નાગરિકો સગાવહાલાંને મળવા બનાસકાંઠા પહોંચ્યા બાદ ત્યાં રહેવાની તંત્રએ ના પાડતા મોરબી આવી પહોંચ્યા
 
પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા લઈને આવેલા ૪૫ હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચતા મોરબી જિલ્લાનું વહિવટી તથા પોલીસ તંત્ર દોડતું થયું છે. મોરબીમાં આવેલ કોળી ઠાકોર 
જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે. અને તેઓ શરણાર્થી તરીકે રહેવા માંગતા હોય તેવી માંગ કરી રહ્યાં છે. જે મામલે ઠાકોર સમાજના અગ્રણીોએ કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.
 
બનાસકાંઠાથી ગત રાત્રીનાં 45 જેટલા પાકિસ્તાની હિંદુ નાગરિકો મોરબી આવી પહોંચ્યા છે. તેઓ પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને આવ્યા હતાં. જેઓ બનાસકાંઠા તેમના સગા વહાલાંને મળવા આવ્યા બાદ મોરબી પહોંચી ગયા છે. ૪૫ નાગરિકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે તેઓ રોકાયા છે. આ અંગે કોળી સમાજ આગેવાનોએ તંત્રને જાણ કરી હતી કે, તેઓ પાકિસ્તાની નાગરિકો છે. અને ભારતમાં શરણ માંગી રહ્યાં છે. ભારત સરકાર તેમને મોરબીમાં આશરો આપે તેવી માંગ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Heath Streak Is Alive: હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર નકલી નીકળ્યા, ટીમના ભૂતપૂર્વ સાથી હેનરી ઓલાંગાએ ટ્વિટ કરીને માહિતી આપી